________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બચવાનો માર્ગ બતાવવામાંજ પિતાનું કર્તવ્ય પૂરું કર્યું. સદ્ગુરૂ લંકાશાહે બતાવેલ સરળ અને આત્મોન્નતિ કરવાવાળા સાચા સિદ્ધાંતોએ જન સમુદાય પર બહુ ભારે અસર કરી. તેઓએ પિતાના અંતઃકરણમાં આ સિદ્ધાંતો ઉપર શાંતિપૂર્વક વિચાર કર્યો, અને તેમને દઢ વિશ્વાસ થઈ ગયે કે, આ સિદ્ધાંતો સાચા, પવિત્ર અને દરેક રીતે પૂર્ણ છે, અને તે વખતના નામધારી મહાત્માઓના સિદ્ધાંતો મનમાન્યા અને બેટાળાથી ભરપુર છે. આ પ્રકારનો વિશ્વાસ થઈ જવાથી પાપથી ડરવાવાળા અને બુદ્ધિમાન લોકેએ તરતજ આ અસલી અને પ્રાચીન ધર્મ અંગીકાર કરી લીધું. પરંતુ જે લોકે પક્ષપાતી અને કટ્ટર હતા તેઓએ પૂજાના પાખંડને અને તેવી જ બીજી ક્રિયાઓ (કે જેની આજ્ઞા જેન ધર્મના તીર્થકરેએ દીધી જ નથી) ને છોડી નહિ.
ઉપરની વાતથી બરાબર સિદ્ધ થાય છે કે, સ્થાનક વાસી સંપ્રદાય એ મૂર્તિપૂજક સંપ્રદાયની શાખા નહોતી–નથી; પરંતુ એમ જરૂર કહી શકાય કે, મૂર્તિપૂજક સંપ્રદાય મૂળ (સ્થાનકવાસી)થી અલગ થઈ ગએલ છે, અને તેમણે મહાવીરના સિદ્ધાંતોથી વિરૂદ્ધ અને નજ સંપ્રદાય ઉભો કર્યો છે.
એક મતને બીજા ધર્મની શાખા ત્યારેજ કહી શકાય કે જ્યારે તે મત, તે ધર્મના અસલી પ્રચારના સિદ્ધાંતનું ખંડન કરતો હોય. મેં ઉપરના પૃષ્ઠોમાં એ વાત નિર્વિવાદ સિદ્ધ કરી બતાવી છે કે, વેતાંબરને મૂર્તિપૂજક સંપ્રદાચજ એક એ સંપ્રદાય છે કે, જે છડેચેક સિદ્ધાંતોમાં અને વ્યવહારમાં મહાવીર અને બીજા તીર્થકરેના સિદ્ધાં
For Private and Personal Use Only