________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આથી ઉલટું દેરાવાસી સાધુઓમાં ઘણાએ એવા છે, કે જેઓ પિતાની પાસે એક યા બીજી રીતે પૈસે ટકે રાખે છે, તેમજ બીજી પણ એવી એવી ચીજો રાખે છે કે જે ચીજો રાખવાની આજ્ઞા શાસ્ત્રોમાં નથી. સ્થાનકવાસી સાધુઓ પિતાની પાસે ફક્ત તેજ ચીજો રાખે છે, કે જે ચીજો રાખવાની જૈન શાસ્ત્રોમાં આજ્ઞા અપાયેલી છે.
આ પ્રકારે આ બન્ને સંપ્રદાયના સાધુઓમાં એટલી બધી ભિન્નતા છે કે, જે તે બધાનું વર્ણન કરવામાં આવે તે સેંકડો પાના ભરાઈ જાય. તે હિસાબે અહિં વધારે વર્ણન ન કરતાં, તેમજ મારા સુજ્ઞ પાઠકને વધારે સમય ન લેતાં, ટુંકમાં એટલું જ કહેવું બસ છે કે, જો કે આ બન્ને પ્રદાય એકજ શાસ્ત્રને માને છે અને એકજ તીર્થકરેના ભક્તો હવાને દાવો કરે છે, તો પણ આ બન્ને સંપ્રદાયના આચાર-વિચારમાં એટલે બધે તફાવત દેખાય છે કે, જો કોઈ પરદેશી તેમનું અવલોકન કરે તે તે જરૂર એમજ કહેશે કે, આ બન્ને સંપ્રદાય તદ્દન અલગ અલગ ધર્મના અનુયાયીઓ છે, અને તેમના સિદ્ધાંતમાં કઈ પણ પ્રકારની સમાનતા છેજ નહિ.
દેરાવાસી સાધુઓ કરતાં સ્થાનકવાસી સાધુઓ, આત્મત્યાગ અને આત્મ-સંયમના કડક નિયમે વધારે સારી રીતે પાળે છે. સ્થાનકવાસી સાધુઓ સંસાર સાથે એ કઈ પ્રકારને સંબંધ રાખતાજ નથી કે જેથી તેઓ સ્વાર્થી બની જાય. સ્થા. સાધુઓમાં એવો કોઈ દેષ નથી કે જેથી કરીને
For Private and Personal Use Only