________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફક્ત સ્થાનકવાસી સાધુજ મહાવીરના સાચા શિષ્ય છે.
આ રીતે સ્થાનકવાસી સાધુઓનું જીવન પૂર્વે મેક્ષ ગએલ મહાત્માઓના ઉપદેશ અને આદેશોને એક નાને પણ જીવતો જાગતો નમુને છે.
સ્થાનકવાસી સાધુઓ, તીર્થકરે બતાવેલ ઉંચામાં ઉંચા જૈન સિદ્ધાંતો પ્રમાણે ચાલવાની બની શકતી બધી મહેનત કરે છે, અને પિતાનું આચરણ પણ તે મુજબજ બનાવે છે. જૈન ધર્મ શરીરની સુંદરતાને કે સુખને કાંઈ પણ મહત્વ આપવામાં માનતો નથી, પણ આત્માને સુંદર અને ઉન્નત બનાવવાનું જૈન ધર્મ શીખવે છે, એટલા માટે સ્થા. સાધુઓ પિતાના શરીરની સુંદરતા કે સુખની કાંઈપણ દરકાર નથી કરતા; પરંતુ તેઓ પિતાનું આચરણ પવિત્ર અને નિષ્કલંક રાખવાની પૂરી મહેનત કરે છે, અને લૌકિક પદાર્થો અને મેહથી દૂર રહે છે. હવે કદાચ મહાવીરના સિદ્ધાંત મુજબ ચાલવામાં, અને તીર્થકરોની પવિત્રતા તેમજ સગુણોનું અનુકરણ કરવામાં તેઓ આગળ વધી જાય (દુનિયાની નજરે બહુ આગળ વધી ગયા દેખાય) તે, તેમનું આ કામ એગ્ય જ છે, કારણકે સદાચારની કઈ દિવસ અતિશયોક્તિ હોઈ શકતી નથી. જે લોકો સ્થાનકવાસી સાધુઓની આ અતિશયોક્તિને દોષ ઠરાવે છે, તે લોકે એક સાચા ધર્મના ઉદાર આદેશથી સંપૂર્ણ અજ્ઞાન છે, એમજ કહેવું જોઈએ. પિતાના ચારિત્રને તદ્દન નિષ્કલંક બનાવવું, પિતાના હૃદયને બિલકુલ પવિત્ર રાખવું, બધા જ ઉપર દયા અને ક્ષમા
For Private and Personal Use Only