________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધર્મને સારભૂત સિદ્ધાંત જે અહિંસા છે, તેનું પાલન સ્થા. સાધુઓ બહુજ સાવધાનીથી કરે છે, તે વાતની પણ આ દેરાવાસી ભાઈઓ મશ્કરી કરે છે. પરંતુ તેઓને એટલું ભાન નથી કે, અહિંસા એજ જેનધર્મનું મુખ્ય અને મૂળતત્વ છે, અને જૈન શાસ્ત્રનું દરેક પૃષ્ઠ તે અહિંસાને જ ઉપદેશ કરે છે. અહિંસાને મહાન અને કલ્યાણકારી સિદ્ધાંત, આર્યોના દરેક ધર્મોને પહેલો અને મૂળ સિદ્ધાંત છે. જે લોકે આ અહિંસાના સિદ્ધાંત પર ચાલે છે, તેની મશ્કરી કરવી અને તેમને બદનામ કરવા, એ જૈનધર્મના સિદ્ધાંતો પર કુહાડે મારવા જેવું કામ છે. સ્થાનકવાસીઓને આ એકજ (ખ) દેષ બતાવીને દેરાવાસીઓ અટક્યા નથી, પરંતુ પોતાની અને પોતાના સિદ્ધાંતે કે જે જૈનધર્મથી વિરૂદ્ધ છે તેની રક્ષા માટે, તેમણે સ્થા. સાધુઓના પવિત્ર જીવન અને નિષ્કલંક ચારિત્રની એવી એવી ખરાબ અને બેટી આચના કરી છે કે, તેથી ફક્ત સ્થાનકવાસીઓનાજ વિષયમાં નહિ પણ આખા જૈન સમાજને વિષે લોકોમાં ભયંકર ભ્રમ ફેલાય છે. કેટલાંક કારણોને લઈને હું આ વિષયમાં વધારે લખવા ઈચ્છતું નથી. એટલા માટે વધુ ન લખતાં, પાછળ જ્યાં મેં સ્થાનકવાસી અને દેરાવાસીઓની તુલના કરી છે, તે તરફ વાચકોનું ધ્યાન ખેંચું છું. જે પાઠકએ આ બન્ને સંપ્રદાયના સાધુઓને જોયા હોય, તેમના દરરોજના વ્યવહારને ધ્યાનપૂર્વક જોયેલ હિય, અને તેની પૂરતી તપાસ કરી હોય, તે પાઠક બંધુઓ તે મારા કહેવાની સત્યતાને તરતજ સમજી જશે.
For Private and Personal Use Only