________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૮ પરિગ્રહ એકઠો કરનાર સ્વાથી સાધુઓને લીધે જ સમાજ ભળતી દિશાએ અને કુમાર્ગ પર ચાલ્યા ગયે હતે. કેવલ એક આકસ્મિક ઘટનાને લઈને જ લંકાશાહને અસલી સૂત્રો જોવા મળ્યાં, અને તેથી જ તેમને સત્યને પત્તો મલ્ય, અને તરત જ તે વખતમાં ચાલતા અસત્ય વિચારો અને સિદ્ધાંતને વિરોધ કરવા સમર્થ થયા. લંકાશાહે જૈન ધર્મના અસલી સિદ્ધાંત બહાર પાડયા અને લેકમાં તેને પ્રચાર કર્યો. તેનું ફલ એ આવ્યું કે, જૈન ધર્મના શ્રેષ્ઠ અને ઉદાર સિદ્ધાંતો જોઈ લોકે ચકિત થઈ ગયા. ચકિત થઈ જવાનું કારણ એ પણ હતું કે, આ ઉદાર સિદ્ધાંતો આ ધૂર્ત સાધુઓએ કેટલીએ સદીઓ થયાં દબાવી છુપાવી રાખ્યા હતા.
જેના નિર્મળ હૃદયમાં સ્વાર્થ એક અંશ પણ નહોતે તેમજ જેના સર્વિચાર, ઉપદેશ અને આચાર ફક્ત સત્યના પ્રેમથી જ પ્રેરાયેલ હતાં, એવા ધમ પ્રાણ કાશાહના સરળ, સ્પષ્ટ અને સુંદર ઉપદેશ તરફ, સાધુઓના અત્યાચારથી ગભરાએલા અને સત્યની શોધમાં લાગેલા જનસમુદાયનું
* કાશાહ વખતમાં સ્થિતિ કેવી હતી તેનું આબેહુબ વર્ણન ભાઈ નેનમલજીએ નીચેની કવિતામાં કર્યું છે– પતિ કે ઉપદેશોને જબ ભકતકે ભરમાયાથા, અંધ શ્રદ્ધાને એ અવનિ પર, રાજ્ય ધ્વજ ફહરાયા થા (૨) અંધકાર છાયા થા જગમેં, જ્યોતિ નહિ જબ મિલતી થી, પાકે બોઝેકે કારણ, ભાત-ભૂમિ સબ હિલતીથી (૨) ધર્મ તત્વ ભૂલ ગયે છે. અંધ ભકિત જબ છાઈ થી, ખૂઠ એર કુભાવના જગમેં, જબ સર્વત્ર સમાઈ થી. (૨)
For Private and Personal Use Only