________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેમના ભક્તોએ ખૂબ જોરશોરપૂર્વક પોતાનું પવિત્ર કામ ચાલુ રાખ્યું. સ્વાથી સાધુઓની માન–પૂજા ધીમે ધીમે ઘટવા લાગી, અને લેકેના ટેળે-ટોળાં લેકશાહના શરણે નીચે આવવા લાગ્યાં. લંકાશાહે સત્યજ્ઞાન રૂપી દીવાનો પ્રકાશ કર્યો અને આ પ્રકાશ હિંદના ચારે ખૂણામાં તુરત જ ફેલાઈ ગયે.
જ્યાં જ્યાં આ પ્રકાશ ફેલાય ત્યાં ત્યાં શાંતિનું રાજ્ય પથરાઈ ગયું. સત્યની જળહળતી તિમાં અસત્ય અને ધૂર્તતાનો નાશ થવા લાગ્યો અને ફક્ત ૪૦૦ વર્ષની અંદર જ ભૂલા પડેલા પાંચ લાખ મનુષ્ય સાચા રસ્તા પર આવી ગયા, એટલે કે જૈન ધર્મના પવિત્ર અને અસલી સિદ્ધાંતોના અનુયાયી બની ગયા.
સ્થાનકવાસી નામ કેમ ધારણ કર્યું?
જૈનધર્મના આ સાચા અનુયાયીઓનું ઉપનામ મૂર્તિ પૂજકે એ વૈરભાવને લઈને “ઢુંઢીઆ” રાખી દીધું. પોતાને મૂર્તિપૂજકથી અલગ એળખાવવા માટે લંકાશાહના ભક્તો, બલ્ક એમ કહેવું જોઈએ કે, મહાવીરના અસલી ઉપદેશના સાચા ભક્તો પોતાને “સ્થાનકવાસી” કહેવા લાગ્યા. શ્રેષને લઈને જ, દેરાવાસીઓ કહે છે કે, સ્થાનકવાસીઓ અમારા મૂળ સંઘની શાખા છે અને સ્થાનકવાસીઓની ઉત્પત્તિ ફક્ત ૪૦૦ વર્ષથી જ થઈ છે, પરંતુ તેઓની આ વાત સાફ ખોટી છે. લેકશાહ જૈન ધર્મના અસલી સિદ્ધાંતના
પ્રચારક હતા. ઉપરના પૃષ્ઠોમાં આ વાત સારી રીતે સિદ્ધ કરી દેવામાં આવી છે કે, સ્થાનકવાસી સંપ્રદાય એ જ સાચે જૈન ધર્મ છે.
For Private and Personal Use Only