________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગાયન, (જે મૂર્તિ પાસે હારમોનીયમની સાથે ગવાય છે) રંગબેરંગી વસ્ત્રો પહેરેલાં નાના નાના બાળકના નાચ અને ભજન, તથા તેમના પગમાં બાંધેલા ઘુઘરાઓના ઘમકાર, પ્રતિમાઓની સામે બાળવામાં આવતા ધૂપની ગંધ, આ બધી બાબત (ધાંધલ) ભ્રમજાળમાં ફસાયેલા ભક્તોને મોક્ષમાર્ગ પર ન લઈ જતાં બીજે જ રસ્તે લઈ જાય છે, તેમજ તેઓના માનવા મુજબ તીર્થકરોના સગુણોનું અનુકરણ કરવાની ઈચ્છા પણ ઉત્પન્ન કરતી નથી, પરંતુ તેમને સંસારના ક્ષણિક સુખની ભુલભુલામણીમાં બરાબર ફસાવી દે છે.
જે સાચું પૂછો તો આ મૂર્તિઓ અને તેની પાછળનાં કિયાકાંડાની ઉત્પત્તિ સ્વાર્થને લઈને જ થઈ છે, અને આ સ્વાર્થને ધ્યાનમાં રાખીને જ આ લેાકો પિતાના અંધશ્રદ્ધાળુ ભકતોને મૂર્તિપૂજા તરફ ઝુકાવે છે. જ્યારે કે ઈ ભક્ત મંદિરમાં જાય છે, ત્યારે ત્યાંને (ઠાઠમાઠવાળે) દેખાવ જોઈને જ તે ચક્તિ થઈ જાય છે, અને બત્તીના ઝગઝગાટથી તેની દષ્ટિ રોશની પર લીન થઈ જાય છે, તે વખતે તેના મનના વિચારો ચક્કરમાં પડી જાય છે અને જાણે કે તે સ્વપ્નમાં હોય તેમ તેને દેખાય છે. બીજા પૂજા કરનારાઓની પહેલાં પોતે પૂજા કરી ત્યે એવી ધૂનમાં, તેમજ પૂજનના દ્રવ્યો ચડાવવાના આવેગમાં, આ ભક્તની તે વખતે જે દશા હોય છે, તે દશામાં એ કદાપિ પણ બનવા જોગ નથી કે, તે ભકત તે વખતે પોતાની બુદ્ધિથી જરા પણ વિચાર કરતો હોય, કે હું જે કામ કરી રહ્યો છું તે બુદ્ધિમાનનું છે કે અણસમજુનું! તેને આ વાતનું પણ ભાન
For Private and Personal Use Only