________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૧
છે કે, આ મૂર્તિઓ પાપ કે પુન્યથી તે ઉદાસ છે જ; પણ તેની સાથે આખાય સંસાર તરફ ઉદાસીન છે. સારાંશ એ છે કે, આ મૂર્તિઓમાં બહારની તેમજ અંદરની શાંતિ ઝળકે છે.
મૂર્તિપૂજા કરવા એગ્ય છે કે નહિ તે વાતને ઘડીભર છોડી દઈને, મારે બહુ દિલગીરીની સાથે કહેવું પડે છે કે, મૂર્તિપૂજક ભાઈઓ પૂજા કરતી વખતે મૂર્તિઓને બહુજ અન્યાય કરે છે. ઉંડા ધ્યાનમાં લીન થએલી મૂર્તિઓને, આ દેરાવાસી ભાઈઓ ધંટાઓના ઘનઘનાહટથી, નગારાના બેઢબ અવાજેથી અને મંત્રના ઉટપટાંગ ઉચ્ચારેથી જગાડે છે, તેમજ આ મૂર્તિઓને સોના-રૂપાના ઘરેણુઓના ભારથી શણગારે છે, અને મૂર્તિઓ દેખી શકશે એવી આશાથી આ મૂર્તિઓને કાચ કે ફાટકની આંખો લગાવે છે. આવી રીતે આ મૂર્તિના ભક્તો મૂર્તિઓ પર અનેક ઉપાધિઓ નાખીને, તેના ઉચ્ચ સ્થાન પરથી નીચે પછાડે છે–અધ:પતન કરે છે, સંસારી પામર મનુષ્યમાં તેની ગણત્રી કરે છે અને પિતાની મનમાની કપની પુજબ તેને પોતાને આધીન રાખે છે.
જો કે આ દેરાવાસી ભાઈઓ તીર્થકરેને મેક્ષ ગયેલા અને અરૂપી માને છે, છતાં પણ આ ભાઈઓ તેમને એક નાની મૂર્તિના રૂપમાં વસ્તુ રૂપ બનાવી લે છે. તીર્થકરે મેક્ષ ગયા બાદ નિરાકાર (આકાર વગરના) હોય છે એમ આ લોકે માનતા હોવા છતાં પણ તેઓનું પત્થર કે ધાતુની મૂર્તિમાં રૂપાન્તર કરી નાખે છે, અને તેમને ત્યાગી માનતા હોવા છતાં પણ તેમની ઉપર બધી જાતના ભેગ (પદાર્થો)
For Private and Personal Use Only