________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે રીત બિલકુલ અશુદ્ધ અને અસંગત છે. તેઓ તીર્થકરો પર રાગ-દ્વેષ આદિ માનસિક વૃત્તિઓ અને દોષનું આરોપણ કરે છે, પરંતુ એટલું સમજતા નથી કે, તીર્થકરે સંસારની દરેક ઝંઝટથી દૂર હતા. તીર્થકરને ઉત્તમત્તમ પુરૂષ માની તેઓનું અનુકરણ કરવાને બદલે, તેમને પોતાના કર્મના ન્યાયાધીશ સમજે છે. અન્ય ધર્મના દેવતાઓ કે જેઓ તેમના ભક્તની પૂજા કે ખુશામતથી પ્રસન્ન થઈ વરદાન આપે છે અને ગુસ્સે થતાં શ્રાપ આપે છે, તેવા દેવતાઓ અને તીર્થકરોમાં આ દેરાવાસી ભાઈઓ કાંઈ પણ ભેદ સમજતા નથી.
એક દેરાવાસી ભાઈ પુત્ર મેળવવા માટે મૂર્તિને પ્રણામ કરે છે, તે બીજે ધન માટે, તે ત્રીજે પિતાના શત્રુઓ પર વિજય મેળવવા માટે. ( મૂર્તિને પ્રણામ કરે છે.) આ રીતે દરેક પિતાના આલેકના સ્વાર્થ માટે મૂર્તિની પૂજા કરે છે. મારા જોવામાં કેટલી વાર આવ્યું છે કે, કેટલાએ દેરાવાસી ભાઈઓ પોતાની (સાંસારિક) ઈચ્છાઓ પૂરી થવા માટે તીર્થકરની મૂર્તિઓની માનતા કરે છે, અને જ્યાં સુધી તે ઈચ્છા પૂરી ન થાય ત્યાં સુધી તીર્થકરના નામ પર અમૂક ચીજ ખાવાની બંધી કરે છે. તેવી જ રીતે પિતાના સારા કે ખરાબ કામમાં સફળતા મળે તે માટે, અનેક મૂર્તિપૂજક ભાઈઓ મૂર્તિએને છત્ર, ચામર, આંગી, કેસર અથવા બીજી ચીજો ચડાવવાનાં વચન આપે છે. (સેગન ખાય છે) જે લેકે તીર્થકરેને આવી જાતના પદાર્થો કે બીજી કીમતી વસ્તુઓ ભેટ કરવાના ખોટા અને ગલત ખ્યાલથી વચન આપે છે, તે લેકે એમ સમજે છે કે, તીર્થકર (કે જે સંસારની બીજી કઈ તુચ્છ
For Private and Personal Use Only