________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮
સ્વાભાવિક રીતે મનુષ્ય પ્રાણી મોજશોખ અને એશઆરામને વધુ પસંદ કરે છે. આ પ્રાકૃતિક વૃત્તિઓને લાભ લઈને, આ સ્વાથી અને પતિત સાધુઓએ મૂર્તિપૂજાની અનેક મનમાની રીતિએ દાખલ કરી, અને શાસ્ત્રોની આજ્ઞાઓની જરા પણ પરવા કરવી છોડી દીધી. તેઓએ મેલના ભાવ સસ્તા કરી નાખ્યા. આવી રીતે અસલી વાતોની જગાએ બનાવટી વાતને પ્રચાર કરીને તેઓએ ધર્મનું રૂપ જ બદલી નાખ્યું, અને સાચા ધર્મને એક બિલકુલ નવુંજ અને વિચિત્ર રૂપ આપી દીધું.
ઉપર કહેલ વાતની સત્યતા બાબત વધારે મહેનત કરવાની જરૂર નથી. દેરાવાસી ભાઈઓના મંદિરમાં જે ધાર્મિક ક્રિયાઓ થાય છે, તેથીજ મારી કહેલ વાતની સત્યતા સાબિત થાય છે. આ નકામી ક્રિયાઓને જૈનશાસ્ત્રોમાં ક્યાંય પણ ઉલ્લેખ નથી, અને તેનું કારણ એ છે કે, મોક્ષ મેળવવા માટે જે સ્વાર્થ–ત્યાગ અને મનની પવિત્રતાની જરૂર હોય છે, તે આ ક્રિયાઓમાં કયાંય પણ દેખાતી નથી.
મૂર્તિપૂજાની વિચિત્રતા. મૂર્તિપૂજા જૈન ધર્મના સિદ્ધાંતથી વિરૂદ્ધ હોવા ઉપરાંત, આ દેરાવાસી ભાઈઓ જે રીતે મૂર્તિનું પૂજન કરે છે,
* “શત્રુંજય માહામ્ય' નામે પુસ્તકમાં લખ્યું છે કે-રૈવતગિરિ ઉપર જે જે જીવે છે તે ત્રીજે ભવે મોક્ષ જાય. એટલું જ નહિ પણ ત્યાં સુધી લખી માર્યું છે કે, શત્રુંજય ઉપર રહેનાર વાઘ, સિંહ વગેરે હિંસક પ્રાણુઓ પણ ત્રણ ભવે મેક્ષ જશે. આવી આવી અનેક અસંભવિત વાત આ ગ્રંથમાં લખેલી છે.
For Private and Personal Use Only