________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૭
દેશ પોતાના ભક્તોને આપે શરૂ કર્યો. તેઓની ધારણું પ્રમાણેજ મૂર્તિપૂજા તેમને લાભદાયક થઈ પડી અને આ સાધુઓ ધીરજ અને ચતુરાઈથી આ ખજાનાને દુરૂપયોગ કરવા લાગ્યા. જેમ જેમ વખત વીતતો ગયો તેમ તેમ તેઓ ઈદ્રિના ક્ષણિક સુખમાં ગુલતાન બની ગયા, અને વિષય-લાલસાઓના દાસ બની ગયા. આવી રીતે જ્યારે તેઓને ધાર્મિક ભાવ ચાલ્યો ગયો ત્યારે તેઓ દંભી (કપટી) પણ બન્યા. સાચા સાધુઓને માર્ગ તરવારની ધાર પર ચાલવા જેવો કઠણ હોય છે. જ્યારે તેઓ આ કઠણ માર્ગ પર ન ચાલી શક્યા, ત્યારે પોતાના સ્વાર્થ સાધવા માટે તેમજ પિતાના પતિત આચરણે માટે કઈ કહી ન શકે, તે માટે શાસ્ત્રોના અર્થ પણ વિપરીત કરવા લાગ્યા–પિતાને અનુકુળ પડે તેવા કરવા લાગ્યા. અને આમ થતાં લાંબે વખતે તેઓ ધાર્મિક તત્વોના સાચા અભિપ્રાયને સમજવાની શક્તિ જ બેઈ બેઠા, ત્યારે તેઓએ લૌકિક વાતોને આધ્યાત્મિક વાતામાં, ક્ષણિક પદાર્થોને સ્થાયી પદાર્થોમાં અને અસત્યને સત્યમાં ખતવી દીધું.
અહંકાર થઈ જવાથી સત્યને લેપ થઈ ગયો અને જ્યારે સાધુઓ ધાર્મિક સિદ્ધાંતને ઉલટી નજરથી જોવા લાગ્યા, ત્યારે તેઓ અર્થનો અનર્થ કરીને પિતાની મતલબ સાધવા લાગ્યા. આવા સ્વાર્થસાધનને લઈને કેટલીએ બુરાઈઓ ઉત્પન્ન થઈ. આવી રીતે જ્યારે આ સાધુઓ સંસારના ઝગડામાં ખૂબ ફસાઈ પડયા, ત્યારે તેઓ પોતાના ભકતોની સામાજિક અને ધાર્મિક ઉન્નતિ કરવા માટે અગ્ય થઈ ગયા, અને પોતાને સ્વાર્થ સાધવા માટે કલ્પિત સિદ્ધાંતનું પ્રતિપાદન કરવા લાગ્યા.
For Private and Personal Use Only