________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩) “મજિઝમ નિકાય” માં લખ્યું છે કે–મહાવીરના ઉપાલી નામના શ્રાવકે બુદ્ધદેવની સાથે શાસ્ત્રાર્થ કર્યો હતે.
(૪) “અનુગુત્તર નિકાય”માં જૈન શ્રાવકની હકીકત મળે છે, અને જૈન શ્રાવકના ધાર્મિક આચાર-વિચારનું વર્ણન વિસ્તાર પૂર્વક મળે છે.
(૫) “સમન્ન ફલ”નામે બૌદ્ધ સૂત્રમાં બદ્ધોએ એક ભૂલ કરી છે. તેઓએ લખ્યું છે કે મહાવીરે જૈનધર્મમાં ચાર મહાવ્રતોને ઉપદેશ કર્યો, પરંતુ આ ચાર મહાવ્રત * મહાવીરથી ૨૫૦ વર્ષ પહેલાં થઈ ગએલ પાર્શ્વનાથ પ્રભુના વખતમાં હતાં. આ ભૂલ બહુજ ઉપયોગી છે કેમકે તે ભૂલથી આપણા ઉત્તરાધ્યયન સૂત્રના ૨૩ મા અધ્યયનની એ વાત સિદ્ધ થઈ જાય છે કે-૨૩ મા તીર્થંકર પાર્શ્વનાથ ભગવાનના અનુયાયીઓ મહાવીર પ્રભુના વખતમાં મેજુદ હતા.
(૬) બૌદ્ધોનાં કેટલાંએ સૂત્રોમાં અનેક જગાએ, બૌદ્ધોએ જેનેને પિતાના હરીફ માન્યા છે, પરંતુ કોઈપણ જગાએ જૈનધર્મને બૌદ્ધધર્મની શાખા, કે જેને એ નવો ધર્મ છે એમ લખ્યું નથી.
(૭) મંડલી પુત્ર ગોશાળ મહાવીરને શિષ્ય હતો,
* આ વાત જૈન સાધુઓના મહાવત સંબંધી છે. પાર્શ્વનાથ ભગવાનના વખતમાં સાધુઓને ચાર મહાવ્રત હતાં-(૧) અહિંસા, (૨) સત્ય, (૩) અસ્તેય, (૪) અપરિગ્રહ. પાર્શ્વનાથ ભગવાનના ચાર મહાવ્રતોમાં બ્રહ્મચર્ય નામે એક મહાવ્રત વધારીને મહાવીર પ્રભુના વખતથી પાંચ મહાવ્રત થયાં. મહાવીર પ્રભુ પહેલાં બ્રહ્મચર્ય વત, ચોથા અપરિગ્રહ વ્રતમાં આવી જતું હતું.
For Private and Personal Use Only