________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫) ઋગ્વનું ૩ જું અષ્ટક, ૩ જો અધ્યાય, ૨૧ માં વર્ગ, ચા ૧૪માં એવા મનુષ્યનો ઉલ્લેખ છે કે જેઓ કિત અથવા મગધ દેશમાં રહેતા હતા અને યજ્ઞ, દાનાદિની નિંદા કરતા હતા.
અમે અમારા મતના ટેકામાં તેમાંથી બીજા પણ અનેક દાખલાઓ આપી શકીએ છીએ. આ બધાથી શું સિદ્ધ થાય છે? આથી નિઃશંક એજ સિદ્ધ થાય છે કે, પ્રાચીન હિંદમાં, વેદધર્મ સઘળા ધર્મથી પ્રાચીન હોવાની વાત ખાટી છે.
ઉપર આપણે વેદોમાંથીજ દીધેલાં પ્રમાણે આ વાતને સાબિત કરે છે કે, જેનધર્મ ઘણાજ જુના કાળથી ચાલ્યા આવતો ધર્મ છે. અને જે વેદ ધર્મને પ્રાચીન કહેવામાં આવે છે, તે વેદ ધર્મના પહેલાં પણ જૈન ધર્મ હતો.
જૈનધર્મને અન્યધર્મની સાથે મુકાબલે.
જૈનધર્મના પૂર્વના ઈતિહાસ તરફ આપણે જોઈએ તે ખબર પડશે કે અન્યધમીઓના દ્વેષને લઈને જૈનધર્મને તેમની સામે ટકકર ઝીલવી પડી હતી. કારણકે આખી દુનિયામાં જૈન એ એકજ એવો ધર્મ છે કે જે બહુ જોર પૂર્વક કઈપણ જીવની હિંસા કરવાની મના કરે છે. બાકીના બીજા બધા ધર્મો કઈને કઈ રૂપમાં હિંસા કરવાનું કહે છે. આ ઉપરાંત જૈન ધર્મ, અહિંસાને સર્વ શ્રેષ્ઠ અને કલ્યાણકારી સિદ્ધાંતનો ઉપદેશ કરીને જ અટકી નહિ રહેતાં, તેનાથી પણ આગળ વધીને આ અહિંસાના સિદ્ધાંતને ખૂબ સાવધાનીથી વ્યવહારમાં મૂકી, તે સિદ્ધાંતને ખૂબ પ્રખ્યાતી આપી.
For Private and Personal Use Only