________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫ મહાવીરને નિર્વાણકાળ અને પ્રોફેસર હરમન જેકૅબીએ નક્કી કરેલ જૈન સિદ્ધાંતના રચના કાળની વચ્ચે આવે છે.
આ માટે આપણે એ જાણવું જરૂરી છે કે, જૈનસાહિત્ય આ વિષયમાં શું કહે છે. જૈન ગ્રંથોમાં સાફ લખ્યું છે કે, મહાવીરે પોતે પિતાના શિષ્યોને જૈનધર્મને ઉપદેશ દીધો, અને પછી આ શિષ્યએ “અંગેની રચના કરી આ
અંગે” જૈન સિદ્ધાંતના મુખ્ય અંશ છે, પરંતુ આ વિષચમાં પ્રોફેસર હરમન જેબીને મત જુદો છે. તેઓ કહે છે કે, જેને જે સાહિત્યને “પૂર્વ ” કહે છે, તે “પૂર્વ” અંગેની પણ પહેલાં વિદ્યમાન હતાં, અને તે “પૂર્વેમાં મહાવીર અને તેમના ધાર્મિક હરીફે વચ્ચે જે વાદવિવાદ થયા હતા, તેની હકીકત લખી હતી. પિતાના આ મતના સમર્થનમાં પ્રેફેસર કહે છે કે, દરેક પૂર્વનું નામ “પ્રવાદ” એટલે કે વાદવિવાદ છે, અને તેટલા માટે તેના નામ ઉપરથી જ સિદ્ધ થાય છે કે, તે પૂર્વેમાં ધાર્મિક વાદવિવાદેજ હશે.
આ સિવાય ફેસર હરમન જેકૅબી એમ પણ કહે છે કે, આ ૧૪ પૂર્વેમાં વાદવિવાદ વાળી જ હકીક્ત હતી, એટલે
જ્યારે મહાવીરના હરીફે મરી ગયા ત્યારે પૂર્વેની પણ ઉપયોગિતા જતી રહી, જેથી ઈ. સ. પૂર્વે ૩૦૦ વર્ષે પાટલીપુત્ર શહેરની સભામાં એક નવા સિદ્ધાંતની રચના થઈ
જેકોબી સાહેબને ઉપરનો વિચાર તદ્દન ખૂટે છે, અને તે વિચારનું સમર્થન કઈ રીતે નથી થઈ શકતું. તેઓ પોતાના વિચારના ટેકામાં જેનોની એક દંતકથાને હવાલે આપે છે,
For Private and Personal Use Only