________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુરાતત્વ (જુની શોધખોળ કરવાવાળાઓ)એ આ મંદિરે અને મૂર્તિ એના બધા લેખેને ખૂબજ બારીકાઈથી તપાસ્યા અને તેઓએ નક્કી કર્યું કે, આ બધા મંદિર અને મૂર્તિઓ અર્વાચીન (હમણાના) છે. આ મંદિર અને મૂર્તિઓની સ્થાપના મહાવીર પછી કેટલીએ સદીઓ ગયા પછી થઈ છે, અને મથુરાથી મળેલી મૂર્તિઓ જેટલી પણ પ્રાચીન આ પર્વત પરની મૂર્તિઓ નથી. હું ઉપર કહી ગયો છું કે, ડૉકટર કુહરરના મત પ્રમાણે મથુરાની મૂર્તિઓ પણ ૧૮૦૦ વર્ષની જુની છે.
(૧૫) આ મૂર્તિઓ સિવાયની બીજી જે મૂર્તિઓ જમીનમાંથી નિકળી છે તે, તેમજ હિંદમાં હજારો મંદિરે અને લાખ મૂતિઓ છે, તે બધી મૂર્તિઓમાં એવી એક પણ મૂર્તિ નથી કે જેના લેખ અને સંવત પરથી આપણે એમ માની શકીએ કે આ મૂર્તિ તે મહાવીર, પાર્શ્વનાથ કે તેમની પહેલાંના તીર્થકરના વખતની છે.
આ વાત બહુજ વિચિત્ર છતાં જરૂરી છે. આથી સિદ્ધ થાય છે કે, મૃર્તિ પૂજાની પ્રાચીનતા સંબંધીની દેરાવાસી ભાઈઓની દલીલો બહુજ કમજોર છે-માલ વગરની છે. જેટલા જુના વખતની દેરાવાસી ભાઈઓ મૂર્તિપૂજાની પ્રથાને માને છે, તેટલા જુના વખતની મૂર્તિપૂજાની પ્રથા જે ખરેખર હત, તે થેડીક એવી મૂર્તિઓ જરૂર હોત કે જે મૂર્તિ એના લેખ અને સંવત દેરાવાસી ભાઈઓના મતને ટેકે આપતા હાય.
હવે આ બાબત પર બીજી દષ્ટિએ વિચાર કરીએ તે
For Private and Personal Use Only