________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંપ્રદાય (દેરાવાસી) સાધુઓના કપડાંના રંગની બાબતમાં મહાવીરની આજ્ઞા મુજબ ચાલે છે કે નહિ. કેમકે આ વસ્ત્રોથી જ જૈન સાધુઓને બીજા સાધુઓથી જુદા ઓળખી શકાય છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૨૩મા અધ્યયનમાં આગળ આપણે જોઈ ગયા કે, કેસી અને ગૌતમે પાર્શ્વનાથ અને મહાવીરના શાસનનું એક બંધારણ કેવી રીતે કર્યું, અને પાર્શ્વનાથના સાધુઓએ કેવી રીતે રંગીન વસ્ત્રો છેડીને મહાવીરના નિયમ અનુસાર સફેદ વસ્ત્રો ધારણ કર્યો.
જો કે આ મૂર્તિપૂજક સંપ્રદાય પિતાને “શ્વેતાંબર ? (સફેદ વસ્ત્ર પહેરવાવાળા) કહેવરાવે છે, તો પણ (તેમના યતિઓ સિવાય) આ દેરાવાસી સંપ્રદાયના ઘણુ સાધુઓ સફેદ લુગડાં પહેરતા નથી, કે જે તેઓએ મહાવીરની આજ્ઞાનુસાર પહેરવાં જ જોઈએ. તેથી તેઓ પોતાને વેતાંબર” કહેવરાવતા હોવા છતાં ખરી રીતે તે તેઓને પીતાંબર મૂર્તિપૂજક જ કહેવા જોઈએ) આ ઉપરથી એ વાત સ્પષ્ટ છે કે જૈન સાધુઓના વસ્ત્રોના વિષયમાં આ દેરાવાસી ભાઈઓએ મહાવીરની આજ્ઞાનું ખુલ્લી રીતે ખંડન કર્યું છે.
સાચા જૈન સાધુના જીવનની ટુંક વ્યાખ્યા.
મહાવીરના અસલી ઉપદેશે અને સિદ્ધાંતોથી આ દેરાવાસી સાધુઓ કેટલા બધા પતિત (પરાંગમુખ) થઈ ગયા છે, તે બતાવવાને માટે હવે હું અહિં ટુંકામાં મહાવીરના સાચા સાધુનું જીવન કેવું હોવું જોઈએ તેની ટુંકી હકીક્ત
For Private and Personal Use Only