________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને શ્રીપૂ પાસે મોટી મોટી મિલક્ત છે અને તેઓ દરેક જાતના ધંધા કરે છે. આ વાત મહાવીરની આજ્ઞાથી તદ્દન વિરૂદ્ધ છે; કેમકે મહાવીરને ઉપદેશ તે એ છે કે જૈન સાધુએ એક રાતી પાઈને પણ પરિગ્રહ ન રાખો જોઈએ. કદાચ આ દેરાવાસી સાધુએમાં કઈ એવા સાધુ પણ હશે કે જેનું જીવન એવું પવિત્ર હોય છે, જે દરેક જૈનોની પ્રતિષ્ઠા મેળવી શકે. પરંતુ તેથી પણ અમારી આ વાતનું ખંડન નથી થઈ શકતું કે, આ દેરાવાસી સાધુઓને માટે ભાગ મહાવીરની આજ્ઞા મુજબ ચાલતું નથી–મહાવીરના સિદ્ધાન્તથી વિપરીત ચાલે છે.
સ્થાનકવાસી જૈન સાધુઓના જીવનની પરીક્ષા.
હવે આપણે સ્થાનકવાસી સાધુઓના આચાર-વિચારની પરીક્ષા કરીએ. આ સ્થા. સાધુઓ પોતાની પાસે દ્રવ્ય રાખતા નથી, વાહનમાં બેસતા નથી, મિલકત, જમીન વગેરે પણ રાખતા નથી, ગોચરીનું આમંત્રણ સ્વીકારતા નથી, કાયદા વિરૂદ્ધ એકજ જગાએ વધારે દિવસ રહેતા નથી, યાત્રાઓ કરતા નથી, મૂર્તિ પૂજા કરતા નથી, રંગીન લુગડાં પહેરતા નથી, અને પિતાને વખત સંસારની ઝંઝટમાં ગાળતા નથી. સાર એ છે કે, સ્થા. સાધુએ શાસ્ત્ર વિરૂદ્ધની બધી વાતથી અલગ રહે છે, અને પોતાની શક્તિ મુજબ મહાવીરે બતાવેલ આજ્ઞા મુજબનું આદર્શ જીવન વિતાવે છે.
ઉપર કહેલી વાતોથી દરેક સમજદાર મનુષ્યને ખાત્રી થઈ ગઈ હશે કે, દેરાવાસી સાધુઓનું જીવન શાસ્ત્રના નિયમ
For Private and Personal Use Only