________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ
અનુસાર નથી. અને જ્યારે સાધુએ ખુદ શાસ્ત્રાનુસાર ન ચાલે, ત્યારે તેમના અનુયાયી શ્રાવકે શાસ્ત્રાનુસાર ચાલતા હશે એમ શી રીતે માની શકાય?
જે સાધુઓ પરિગ્રહ રાખે છે, જે સાધુઓ સૂત્રની આજ્ઞા મુજબ નથી ચાલતા અને સંસારના સુખની શોધમાં પડયા રહે છે, તે સાધુઓ પાસે એવી આશા ન રાખી શકાય કે તેઓ પોતાના ભક્તોને સત્ય ધર્મની શિખામણ આપે. અને તેટલા માટે તેઓ પોતાના ભક્તનું ચારિત્ર્ય વધારે ઉત્તમ બનાવવા માટે અયોગ્ય છે. તેઓ જૈન ધર્મના સાચા સિદ્ધાંતોને પ્રચાર કરતાં ડરે છે, કારણ કે તેઓ સારી રીતે જાણતા હોય છે કે, પિતાના આચરણ અને ઉપદેશમાં (હાથી-ઘોડા જેટલો) મહાન તફા વત છે. અને તેથી જે સાચે ઉપદેશ આપશું તે તેમના ભક્તની શ્રદ્ધા તેમના તરફ ઓછી થઈ જશે, અને તેમને બહિષ્કાર કરશે. આનું પરિણામ એ આવ્યું કે, દેરાવાસી સાધુઓ અને શ્રાવકે બન્ને જૈન ધર્મના સાચા સિદ્ધાંતોથી દૂર રહ્યાપરગમુખ થઈ ગયા.
ઉપસંહાર, આવા સંજોગોમાં, મહાવીરના અસલી અને સાચા અનુયાયી હોવાનો દાવો મૂર્તિપૂજક સંપ્રદાય ન્યાયપૂર્વક કરી શકતો નથી. એટલા ઉપરથી એ માનવુંજ પડશે કે, આ દેરાવાસીઓ મૂળ સંઘથી અલગ થઈ ગયા છે, અને તેઓએ પિતાને એક જુદે સંપ્રદાય બનાવી લીધો છે.
For Private and Personal Use Only