________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ શાસ્ત્રોમાં સાધુઓ અને શ્રાવકે માટે આચાર સંબંધી નિયમ છે, પરંતુ તેમાં પણ મૂર્તિપૂજાનું વિધાન ક્યાંય પણ મળતું નથી. જે મૂર્તિપૂજક ભાઈઓના કહેવા પ્રમાણે મૂર્તિઓ અને મંદિર બનાવવાથી મોક્ષ મળતું હોત, તે સર્વજ્ઞ મહાવીર આ જરૂરી બાબતને સમાવેશ સૂત્રમાં જરૂર કરત.
(૧૦) જે તીર્થકરેએ મૂર્તિ પૂજા કરવાની અને મંદિર બંધાવવાની આજ્ઞા કરી હોત, તે તેઓ એ પણ જરૂર બતાવત કે, મૂતિને કેવું આસન હોવું જોઈએ, કયા પત્થરમાંથી મૂર્તિ બનાવવી, તેની પ્રતિષ્ઠા અને પૂજા કરતી વખતે કયા મંત્ર બલવા જોઈએ, ઘરેણાં કેવાં હોવાં જોઈએ, પૂજન કેવી રીતે અને કઈ રીજેથી કરવું, તેમજ મૂર્તિપૂજા સંબંધી બીજા કાર્યો કેવી રીતે કરવાં. પણ આ વાત કઈ શાસ્ત્રમાં નામ માત્ર પણ નથી, તે ઉપરથી પણ સિદ્ધ થાય છે કે, મૂર્તિ પૂજા શાસ્ત્ર વિરૂદ્ધ છે.
(૧૧) મહાવીર અને ગૌતમબુદ્ધ બન્ને એકજ વખતે હતા, તે વાત તે પ્રસિદ્ધ જ છે. અને તેથી જ મહાવીરે બતાવેલ જેન સિદ્ધાંતોથી તેમજ સાધુ અને શ્રાવકના આચારના નિયએના હવાલાથી બૌદ્ધસૂત્ર ભર્યા પડયા છે. પરંતુ બૌદ્ધશાસ્ત્રોમાં કયાંય પણ એમ નથી લખ્યું કે, જેનધર્મના સિદ્ધાંતમાં મૂર્તિપૂજા કરવાની આજ્ઞા છે. જે મહાવીરે મૂર્તિપૂજા કરવાની આજ્ઞા દીધી હોત, તો બોદ્ધ લેકે જૈનોની મશ્કરી કર્યા સિવાય કદાપિ ન રહેત. કારણ કે બૌદ્ધોના એક સંપ્રદાયમાં મૂર્તિ પૂજા જે હમણાં ચાલે છે તે મૂર્તિપૂજા, ગૌતમબુદ્ધના નિર્વાણ થયા પછી ઘણે લખે વખતે શરૂ થએલી છે.
For Private and Personal Use Only