________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનમાં હોય છે જ, અને આવા સદ્ગુણોની પ્રાપ્તિ થાય તે પ્રત્યેક જેને પિતાનું અહેભાગ્ય માનવું જોઈએ. એટલા માટે જૈન ધર્મના અસલ–સાચા ભાવ સમજવાને માટે, અને આંતરિક હેતુથી એકતાર બનવા માટે એ જરૂરી છે કે, આ પવિત્ર તીર્થકરોના જીવનની ઘટનાઓની સહાય લઈને જૈન શાસ્ત્રોના અર્થ કરતા જાય; અને જ્યારે આવી રીતના અર્થ થશે ત્યારે દરેકને દીવા જેવું માલુમ પડી જશે કે, તીર્થકરના જીવનચરિત્રમાં મૂર્તિપૂજાનો એક અંશ પણ નથી.
તેઓએ પિતે મોક્ષ મેળવવા માટે કષ્ટ વગરને એવો મૂર્તિપૂજાનો માર્ગ ગ્રહણ કર્યો નથી. તેઓએ નિર્વાણ પદ મેળવવા માટે પત્થરની મૂર્તિઓની ભુલાવામાં નાખે તેવી અનેક બાબતની જુદી જુદી જાતની પૂજન વિધિઓને આશરે લીધો નથી. તેઓએ કર્મથી છુટકારો મેળવવા માટે મૂર્તિની પૂજા કરવાની કે તેના પર દ્રવ્ય ચડાવવાની બાળચેષ્ટા કદી કરી નથી. તેઓ જાણતા હતા કે, મૂર્તિપૂજા કરવી એ એક પ્રકારની લાંચ દેવા બરાબર છે. ઘોર તપસ્યા, અપરિગ્રહ, સ્વાર્થ ત્યાગ અને કષ્ટ સાધનાથી જ તીર્થકરેએ પોતાના કર્મોનાં બંધનને તોડ્યાં અને મોક્ષ ગયા, કેમકે તેઓ સારી રીતે જાણતા હતા કે, તીર્થકર બીજા કેઈને કર્મથી મુક્ત કરી શક્તા નથી કે પ્રકૃતિના કાર્યકારણ નામના છ નિયમથી વિરૂદ્ધ ચાલી શક્તા નથી.
પિતાના વિશ્વવ્યાપી પ્રેમને કારણું, પિતાના અદ્ભુત સ્વાર્થ ત્યાગને કારણ, પિતાની અખૂટ દયાને કારણે, અને ખાસ કરીને મનુષ્યજાતિ ઉપર કરેલ અમૂલ્ય સેવાઓને કારણે,
For Private and Personal Use Only