________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨) જે જે સિદ્ધતિ દ્ધ સિદ્ધાંતથી જુદા પડે છે, તે સિદ્ધાંત ઉપર બૌદ્ધ સૂત્રમાં ખૂબજ ટીકાઓ કરવામાં આવી છે, તેમજ જૈન માન્યતાઓને બેટી ઠરાવવામાં આવી છે. એટલા માટે જે જૈન ધર્મમાં મૂર્તિપૂજાનું વિધાન (આજ્ઞા) હોત, તે આ મૂર્તિપૂજાના વિષયમાં પણ બૌદ્ધસૂત્રમાં જરૂર ટીકા કરવામાં આવી હતી
બૌદ્ધ ગ્રંથમાં જૈન મૂર્તિપૂજા બાબતમાં કોઈ પણ જાતની ટીકા કે કઈ પણ જાતની હકીક્ત આપેલ નથી. તે ઉપરથી એકજ પરિણામ નિકળી શકે છે કે, મહાવીરના વખતમાં જૈનેમાં મૂર્તિપૂજા નહોતી, તેમજ મહાવીરે મૂર્તિ પૂજાને ઉપદેશ પણ દીધો નહોતો.
(૧૩) જુની વસ્તુઓની શોધ કરતી વખતે હિંદના જુદા જુદા પ્રદેશમાંથી અનેક જૈનમૂર્તિઓ જમીનમાંથી નીકળી છે, પરંતુ અત્યાર સુધીમાં એવી એક પણ મૂર્તિ નથી નિકળી કે જેના લેખ પરથી એમ સાબિત થાય છે, તે મૂર્તિ મહાવીર અથવા તેમના પહેલાંના તીર્થકરેના વખતની હોય. સહુથી પ્રાચીન મૂર્તિઓ, કે જે ડોકટર કુહરરને મથુરામાં મળી છે, તે પણ ફક્ત ૧૮૦૦ વર્ષની જુની છે.
(૧૪) મૂર્તિપૂજક ભાઈઓનું એમ કહેવું છે કે, પાલીતાણું, ગિરનાર, આબુ, તારંગા અને બીજા પર્વત પર જે મંદિરે અને મૂર્તિઓ છે, તે બહુજ પ્રાચીન છે, અને તેથી દેરાવાસી ભાઈઓ કહે છે કે, મૂર્તિપૂજાને પ્રચાર તીર્થકરેએ કર્યો છે, પરંતુ તેઓનું આ કહેવું સાફ છેટું છે. કારણ કે
For Private and Personal Use Only