________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કહ્યું જ નથી. મૂર્તિપૂજા કરવાનું કહેવું તે દૂર રહ્યું, પણ મૂર્તિપૂજાને થોડો ઈસારો માત્ર પણ કર્યો નથી. મારી આ વાત વધારે મજબુત કરવા નીચે મુજબ પ્રમાણે આપું છું
(૧) “ઉપાસકદશાંગ” અને “આચારાંગ” નામના બે સૂત્રો આ બાબતમાં ઘણજ પ્રકાશ પાડે છે, તેથી આ બે સૂત્રની આપણે તપાસ કરીએ:--
ઉપાસકદશાંગ સૂત્રમાં મહાવીરના મુખ્ય દશ શ્રાવકના જીવનચરિત્ર વિસ્તારથી આપ્યાં છે. તે ઉપરાંત તેમાં જૈન શ્રાવકના આચાર વ્યવહારના નિયમ અને વ્રત બરાબર તે રીતે સમજાવ્યાં છે કે જે રીતે આચારાંગ સૂત્રમાં જૈન સાધુ
ના નિયમ અને વ્રત સમજાવ્યાં છે.
શ્રાવક અને સાધુઓના આચારના નિયમે ઠીક ઠીક સમજવા માટે ખાસ કરીને આ બે સૂત્રો જ વધારે ઉપયોગી છે. આ બે પ્રમાણિક અંગ સૂત્રોમાં તેમજ અન્ય શાસ્ત્રોમાં પણ મૂર્તિપૂજાનું કયાંય નામનિશાન પણ લેવામાં આવતું નથી. (કે જે મૂર્તિ પૂજાને દેરાવાસી ભાઈઓ મોક્ષ પ્રાપ્ત કરવાનું એક માત્ર સાધન માને છે.) જે મહાવીર, મૂર્તિ પૂજાને જૈન ધર્મને જરૂરી ભાગ માનતા હતા તે સાધુઓ અને શ્રાવકના ત્રમાં મૂર્તિપૂજાને સમાવેશ સૂત્રમાં જરૂર કરત.
(૨) “ઉપાસક દશાંગ” સૂત્રમાં મહાવીરના દશ શ્રાવકેના ધન અને સંપત્તિનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. આ શ્રાવકેની સંપત્તિનું વર્ણન કરતી વખતે તીર્થંકરની પૂજા
For Private and Personal Use Only