________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫ મતભેદ હતો. વાદવિવાદ કર્યા વિના જ આ બન્નેએ મળીને આ મતભેદના કારણે સમજીને આ વિષયમાં એકતા કરી લીધી.
આ અધ્યયનની ર૯, ૩૦ અને ૩૧મી ગાથાઓ ખાસ અગત્યની છે. આ ગાથાઓથી વસ્ત્ર સંબંધીના પ્રશ્નમાં બહુજ પ્રકાશ પડે છે. ટકામાં આ ગાથાઓ બહુજ સ્પષ્ટ રીતે સમજાવી છે, તેને ટુંક સાર અહિ નીચે દઉં છું:
કેસી ગૌતમને પૂછે છે કે-૨૪મા તીર્થંકર મહાવીર પ્રભુએ સાધુઓને સફેદ અને સાધારણ અમુક સંખ્યામાં કપડાં પહેરવાની પિતાના સાધુઓને આજ્ઞા દીધી છે, ત્યારે ૨૩મા તીર્થકર પાર્શ્વનાથે વસ્ત્ર ધારણ કરવામાં રંગ રૂપ કે સંખ્યાની કઈ મર્યાદા કરી નથી.
હે ગતમ! જ્યારે બને તીર્થકરોએ મોક્ષ જવાના એક જ આશયથી નિયમ બનાવ્યા છે, તો પછી આ મતભેદનું કારણ શું? હે ગૌતમ! વસ્ત્ર સંબંધીના આવા જુદા જુદા કાયદાથી તમને કાંઈ શંકા નથી થતી?
ગૌતમ કહે છે કે, હે કેસી ! તીર્થકરોએ પિતાના કેવળજ્ઞાનથી નિર્ણય કરીને સાધુઓની ગ્યતા અનુસાર (ધાર્મિક જીવનને માટે) આ વસ્ત્રો અને બહારના ચિન્હાની આજ્ઞા કરી છે. એક તરફથી તો તેઓએ બાહ્ય ચિન્હ એવાં બતાવ્યાં છે કે જે, સરળ સ્વભાવ અને તેવા જ વિચારના સાધુઓ માટે અનુકુળ છે, અને બીજી તરફ તેઓએ જે સાધુઓને માટે બાહ્ય ચિન્હ બતાવ્યાં છે તે તેમની વૃત્તિ માટે પ્રતિકુળ છે.
મહાવીરના શિષ્યોને સ્વભાવ વકો અને જડ હતું,
For Private and Personal Use Only