________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩
બંધ કરી દેવામાં આવ્યો હતો. આ ઉપરથી જોઈ શકાશે કે, સાધુ પિતાની ઈચ્છા મુજબ નગ્ન રહી શકતા હતા. નગ્નતા જરૂરી (ફરજીયાત) ન હતી. આ ઉપરથી સિદ્ધ થાય છે કે, શાસ્ત્રોમાં (ફરજિયાત) નગ્ન રહેવાને ઉપદેશ છે જ નહિ. જૈન સાધુ વસ્ત્ર પહેરતા, તે બાબતના ઐાદ્ધ
સૂત્રનાં પ્રમાણ (૩) બૌદ્ધ સૂત્રે વાંચવાથી માલુમ પડે છે કે, જેને સાધુએ વસ્ત્ર પહેરતા હતા. હરમન જેકેબીએ “જૈન મંત્રની ભૂમિકામાં લખ્યું છે કે-“બૌદ્ધો ચેલક અને નિગ્રંથોને જુદા માને છે. દાખલા તરીકે-બુદ્ધિશે “ધમ્મપદમ' પર જે ટીકા લખી છે, તે ટીકામાં ભિકખુએના વિષયમાં લખ્યું છે કે તેઓ નિગ્રંથમાં અલકને સારા સમજે છે, કેમકે અલકે સર્વથા નગ્ન રહે છે, અને નિરો કઈને કઈ પ્રકારનાં વસ્ત્ર લજજાને માટે પહેરે છે. તેમની આ ભકબુની કલ્પના તદ્દન જુઠી હતી, કારણ કે મેખલીપુત્ર ગોશાળાના અનુયાયીઓને બોદ્ધ કે અચેલક કહેતા હતા.
બૌદ્ધસૂત્રમાં આ નિગ્રંથ અથવા જૈન સાધુઓના દીધેલા આ હવાલાથી નકકી થાય છે કે, મહાવીરના વખતમાં થએલ બુદ્ધદેવના વખતમાં જૈન સાધુઓ વસ્ત્ર પહેરતા હતા. જે મહાવીર અથવા બીજા તીર્થકરેએ વસ્ત્ર પહેરવાની સખ્ત મનાઈ કરી હોત તો, વીરભગવાનના ખરા સાધુએ શાસ્ત્ર વિરૂદ્ધ જઈને કદી પણ વસ્ત્રો પહેરત નહિ. આ ઉપરથી
સ્પષ્ટ થાય છે કે, દિગંબરના કહેવા મુજબ મહાવીરના વખતમાં બધા સાધુઓ નગ્ન રહેતા નહોતા. આ રીતે,
For Private and Personal Use Only