________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩
(,સફેદ ) વસ્ત્રો ધારણ કરવાના રિવાજ હતા, તે મૂળ સંઘને લેાકા શ્વેતાંબર સંપ્રદાય કહેવા લાગ્યા, અને તે વ્યાજખી પણ હતું. કેમકે તેમ કરવાથીજ મૂળસંઘ અને નિવન દિગંબર સંપ્રદાય વચ્ચે ભેદ બતાવી શકાય તેમ હતું.
શ્વેતાંબરા, દિગબરાથી પ્રાચીન છે.
દિગબરો અને તેના સિદ્ધાંતા નવાં છે, તે સિદ્ધ થઈ ગયા પછી હવે હું ટુંકમાં એ બતાવું છું કે શ્વેતાંબર, દિગખરથી પ્રાચીન કેવી રીતે છે?
દિગંબરાની હકીકત લખતી વખતે હું એ બતાવી ચૂકયા છું કે, તમામ ઔદ્ધ સિદ્ધાંતા અને પ્રમાણિક જુનાં જૈનશાસ્ત્રોમાં ‘દિગ ંબર સંપ્રદાય ' એવા નામના ઉલ્લેખ કયાંય પણ મળતા નથી. અસલ વાત એ છે કે, મૂળથી જ નાના ફક્ત એકજ સંપ્રદાય હતા; પરંતુ જ્યારથી શિવભૂતિએ તદ્દન નગ્ન રહેવાના ઉપદેશ શરૂ કર્યા અને દિગબર સંપ્રદાયની સ્થાપના કરી, ત્યારથી આ નવિન દિગંબર સંપ્રદાયથી જુદા એળખાવવા માટે અસલી જેને, શ્વેતાંબર નામથી પ્રસિદ્ધ થયા. આ કારણથી જ પ્રાચીન જૈન અને ૌદ્ધ શાસ્ત્રોમાં શ્વેતાંબર ' નામના ઉલ્લેખ મળતા નથી.
6
(
જૈન અને બૌદ્ધ શાસ્ત્રોમાં જૈન સાધુઓને દરેક ઠેકાણે નિગંથ, ’‘શ્રમણુ’ કે ‘મુનિ' કહેવામાં આવ્યા છે, અને તેમના ગૃહસ્થ શિષ્યાને ‘શ્રાવક’ કહેવામાં આવ્યા છે. દિગખર અથવા શ્વેતાંબર જેવા સાંપ્રદાયિક નામેાના ઉલ્લેખ આ ગ્રંથામાં કાંય પણ મળતા નથી.
For Private and Personal Use Only