________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પપ
મળવાનું ઠેકાણું-લક્ષ્મીચંદજી યતિ, બડા ઉપાસરા, જેસલમીર (રાજપૂતાના) કિં. દેઢ આને.
ઉપરના પુસ્તકમાં દિગંબર ગ્રંથમાં કેવી કેવી હકીકતો લખી છે, તે ખાસ વાંચવા જેવી છે. તે ઉપરાંત દિગંબર આચાર્યો કેવો ભ્રષ્ટ ઉપદેશ કરે છે, તે સર્વ વિગતવાર ઉપલા પુસ્તકમાં બતાવી આપ્યું છે.
આ પુસ્તકે ઉપરાંત નીચેના પુસ્તક પણ ખાસ વાંચવા જેવા છે–
આદિ પુરાણ સમીક્ષા ભાગ ૧-૨, હરિવંશ પુરાણ સમીક્ષા, પપુરાણ સમીક્ષા, અને શ્રીપાલ ચરિત્રની સમાલોચના. આ બધાં પુસ્તક દિગંબર ભાઈઓએ જ લખેલાં છે, અને તે ઉપરથી આપણને ખાત્રી થાય છે કે દિગંબર ગ્રંથોમાં ખૂબ જ ગપાટા માર્યા છે.
મૂર્તિપૂજા સંબંધમાં પણ ખુદ દિગંબર ગ્રંથ જ મૂર્તિપૂજા કરવાની ના પાડે છે-જુઓ ૧૩ મી સદીમાં થએલ દિગંબર પંડિત આશાધરજી પિતાના બનાવેલ “સાગારધર્મામૃત' ગ્રંથ પાનું ૪૩માં લખે છે કે “આ પંચમકાળ ધિક્કારને પાત્ર છે. કારણ કે, આ કાળમાં શાસ્ત્રાભ્યાસિઓને પણ મંદિરો કે મૂર્તિઓ સિવાય ચાલતું નથી.”
તેમજ “પાત્રકેસરી સ્તોત્ર” પાનું ૩૯ શ્લોક ૩૭ માં દિગંબર આચાર્ય સ્પષ્ટ કહે છે કે-મૂર્તિપૂજા કરવાની આજ્ઞા તીર્થકરોએ દીધી નથી
આ બન્ને દાખલાઓ દિગંબર ગ્રંથના જ છે. તેથી સ્પષ્ટ થાય છે કે, મૂર્તિપૂજા કરવાની તીર્થકરોએ આજ્ઞા આપી જ નથી.
For Private and Personal Use Only