________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એટલા માટે અમે જૈન ધર્મના સહુથી પ્રાચીન અને અસલી અનુયાયી છીએ. આ દિગંબરે એમ પણ કહે છે કે, ભવેતાંબર સાધુઓ તીર્થકરની આજ્ઞા વિરૂદ્ધ વસ્ત્રો પહેરે છે, તેમના ધર્મશાસ્ત્રો પ્રમાણિક નથી. તેમની ઉત્પત્તિ દિગંબરથી થઈ છે, એટલે શ્વેતાંબર દિગંબરથી અર્વાચીન (હમણાના) છે.”
દિગંબરનું કહેવું જ છે. દિગંબરની ઉપર કહેલી દલીલોમાં કાંઈ સાર નથી, તે નીચેના પ્રમાણેથી સિદ્ધ થઈ જશે:–
એલક લંગોટી રાખે છે, ક્ષુલ્લક લંગોટી અને એક ચાદર રાખે છે. બ્રહ્મચારી બધાં લુગડાં પહેરે છે.
આ દિગંબર સંપ્રદાયમાં ઘણું જુદા જુદા મતવાળા સંપ્રદાયો છે. જેવા કે -તેરાપંથ, વીસપંથ, ગુમાનપંથ, અને તરણતારણ.
તેરાપંથવાળા મૂર્તિને માને છે, પૂજામાં ફક્ત રંગેલા ચાવલ ચડાવે છે. બાકી બીજો આરંભ સમારંભ કરતા નથી.
વોસ પંથવાળા મૂર્તિને માને છે અને પૂજામાં દરેક જાતને આરંભ સમારંભ કરે છે.
તરણતારણ પંથવાળા મૂર્તિને બિલકુલ માનતા જ નથી.
તે ઉપરાંત વળી મૂલસંધ, કાષ્ઠા સંધ, માથુરસંઘ અને ગોયસંઘ નામના જુદા જુદા સંઘે છે. તેમાંથી કોઈ સ્ત્રીને મેક્ષ માને છે, તે કઈ નથી માનતા. એક મૂલસંધની જ જુદી જુદી ચાર શાખાઓ છે-નંદિ, સિંહસેન અને દેવ, વળી તેમાં પંડિત પાટી અને બાબુપાર્ટી નામની પાર્ટીએ (પક્ષે છે. આમ દિગંબર સંપ્રદાય અનેક ભેદ-પેટભેદોમાં વહેંચાઈ ગયેલ છે.
For Private and Personal Use Only