________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭
પ્રાચીનતાના વિષયમાં દિગબરના દાવાની
સત્યાસત્યતા. હવે આપણે જૈન અને બૌદ્ધસૂત્ર જોઈ નક્કી કરીએ કે, આ સૂત્રોમાં કોઈ એવી હકીક્ત મળે છે કે જે હકીક્ત દિગંબરો પ્રાચીન હોવાની વાતને ટેકે આપતી હોય.
(૧) બદ્ધ સૂત્રોમાં જેને બાબતની હકીક્ત અનેક જગાએ આવે છે પણ તે બધા સૂત્રોમાં જૈનેને “શ્રમણ” અથવા તે “નિગ્રંથ ” તરીકે ઓળખવામાં આવ્યા છે પરંતુ કઈ જગ્યાએ પણ જૈનોને “દિગંબર” નામથી ઓળખવામાં આવ્યા નથી.
(૨) જે જે ધર્મોને પ્રચાર મહાવીર કે બુદ્ધદેવના વખતમાં હતો, તેવા અનેક ધર્મોની હકીકત જૈન અને બૌદ્ધ સૂત્રમાં મળે છે. દાખલા તરીકે જેનેના ભગવતી સૂત્રમાં અને બૌદ્ધોના”મઝિમ નિકાય સૂત્રમાં મુખલીપુત્ર ગોશાળો. અને તેના ધાર્મિક સિદ્ધાંતની સંપૂર્ણ હકીકત મળે છે. જે તે વખતે દિગંબર જેવા કોઈ સંપ્રદાયનું અસ્તિત્વ હેત, તે મહાવીર અને બુદ્ધદેવ બને તે સંપ્રદાયનો ઉલ્લેખ જરૂર કરત. કેમકે મહાવીર અને બુદ્ધ બન્નેને દિગંબરોના નગ્નતાના વિષયમાં મતભેદ હતો. આ પ્રકારની કોઈ પણ હકીક્ત જૈન કે બૌદ્ધના કેઈ પણ શાસ્ત્રમાં મળતી નથી, તે વાતજ સાબિત કરે છે કે, તે વખતે દિગબર જેવા કેઈ સંપ્રદાયને જન્મ જ નહતો.
(૩) દિગંબરેનું એમ માનવું છે કે, સ્ત્રી મેક્ષ મેળવી શકતી નથી. જૈન અને બૌદ્ધ સૂત્રોમાં આવા કઈ પણ સિદ્ધાંતની હકીક્ત મળતી નથી. સ્ત્રીને મોક્ષ ન હોવાને
For Private and Personal Use Only