Book Title: Sthanakvasi Jain Itihas
Author(s): Kesrichand Bhandari
Publisher: Sthanakvasi Jain Karyalay

View full book text
Previous | Next

Page 59
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૦ લખ્યાં છે, અને તે ગણોના નામ શ્વેતાંબરેના કલ્પસૂત્રની વિરાવલી (પટ્ટાવલી) માં પણ મળે છે. આ ઉપરથી સિદ્ધ થાય છે કે, આ મૂર્તિઓના લેખોમાં એક લેખ કનિષ્કના રાજ્યકાળના નવમા વર્ષને (ઈ. સ. ૮૭-૮૮ ને) છે. તેમાં લખ્યું છે કે, આ મૂર્તિની સ્થાપના કટિયા (અથવા કટિક ગણુ)ના નાગનંદિન નામના ધર્મગુરૂના ઉપદેશથી વિકટા નામની એક જૈન શ્રાવિકાએ કરી હતી. સ્થવિરાવલી મુજબ આ ગણની સ્થાપના સ્થવિર (સાધુ) સુસ્થિત કરી હતી, કે જે સુસ્થિત ઈ. સ. પૂ. ૧૫૪ ( વીર સંવત ૩૧૩)માં સ્વર્ગે ગયા હતા. આવી રીતે પરોક્ષરૂપે મથુરાના લેખ આ વાતની સાક્ષી આપે છે, કે ઈ. સ. પૂર્વેની બીજી સદીના મધ્યકાળમાં શ્વેતાંબર સંપ્રદાય હતો.” ઉપરની વાતથી આ સ્પષ્ટ થઈ જાય છે કે, મથુરામાં જે જેન મૂર્તિઓ જમીનમાંથી કાઢવામાં આવી છે, તે દિગંબર સંપ્રદાયની નહિ, પણ ભવેતાંબર સંપ્રદાયની છે. હવે તો એ વાતને પણ પત્તો લાગી ગયો છે કે, આ મૂર્તિઓ સિવાયની બીજી જે જે મૂર્તિઓ પુરાતત્ત્વોએ શેાધી કાઢી છે, તે અનેક જૈન મંદિરોની કૃતિઓમાં દિગંબર સંપ્રદાયની એવી એક પણ મૂર્તિ નથી કે જે મથુરાની મૂર્તિઓ જેટલી પ્રાચીન હોય. આ ઉપરથી જરૂર માની શકાય કે, ઇસ્વીસનની પહેલી સદીમાં દિગંબરો હતા જ નહિ અને તેથી નકકી થાય છે કે, દિગંબરો અહીન (નવા) જ છે. (૮) મહાવીરને પ્રસિદ્ધ હરીફ (પ્રતિસ્પધી) મુંબલી પુત્ર ગોશાળાની હકીકત દગબર શાસ્ત્રોમાં કયાંય પણ આવતી નથી, પરંતુ જેન અને બૌદ્ધશાસોમાં ગોશાળાનું For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123