________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેથી એ વાત બનવા જોગ હતી કે રંગીન વસ્ત્રો પહેરવાની આજ્ઞા દેતાં તેમાં જ તેઓનું ચિત્ત રહે. આ કારણથી જ તેઓને ફક્ત શ્વેત વસ્ત્ર પહેરવાની આજ્ઞા દેવામાં આવી હતી. ત્યારે પાર્શ્વનાથના શિષ્ય સરલતા અને સદાચારવાળા હતા. તેથી વસ્ત્રોને ફક્ત પિતાની લજજા ઢાંકવા પુરતા જ તેઓ સમજતા હતા અને વસ્ત્રો પ્રત્યે જરા પણ મોહ કે પક્ષપાત રાખતા નહોતા. આ જુદા જુદા કારણેને લઈને આવે જુદો જુદો આદેશ (આજ્ઞા) આપવામાં આવ્યું હતું.
જૈન ધર્મના આ બે પ્રસિદ્ધ આચાર્યો-કેસી અને ગૌતમની ઉપર મુજબની વાતચિતથી તદ્દન સ્પષ્ટ થઈ જાય છે કે, પાર્શ્વનાથના શિષ્ય જે રંગીન વસ્ત્રો ધારણ કરતા હતા તે રંગીન વસ્ત્રોની મહાવીરે મનાઈ કરી હતી, અને બદલાતા વખત અને સંજોગ મુજબ રંગીન વસ્ત્રોને બદલે સફેદ વસ્ત્રો ધારણ કરવાની આજ્ઞા કરી હતી.
આ ઉપરથી નિકળતું પરિણામ.
જ્યારે આવાં મજબુત પ્રમાણેથી એ સિદ્ધ થાય છે કે, પાર્શ્વનાથ અને મહાવીર એ બને તીર્થંકરોએ વસ્ત્ર પહેરવાની ખાસ આજ્ઞા આપી છે, ત્યારે દિગંબરો જે એમ કહે છે કે અમેજ મહાવીરના સહુથી જુના અને અસલી અનુયાયી છીએ અને તીર્થકરેએ સર્વથા નગ્ન રહેવાનો જ ઉપદેશ આપે છે, તે વાત તદ્દન ખોટી ઠરે છે. એટલું જ નહિ પણ અનેક હેતુઓ (દલીલ) દ્વારા આપણે એ પરિણામ ઉપર પહોંચીએ છીએ કે, પાર્શ્વનાથ કે મહાવીર સ્વામીના વખતમાં દિગંબરો હતા જ નહિ.
For Private and Personal Use Only