________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફક્ત નગ્નતાના આધાર પર મહાવીરના અસલી અનુયાયી હવાને દિગંબરને દા જુઠે ઠરે છે.
(૪) આ ઉપરાંત મારી પાસે બીજી એવી એક અકાટય દલીલ છે કે, જે ઉપરથી માલુમ થાય છે કે, જૈનસૂત્રમાં સર્વથા નગ્ન રહેવાને ઉપદેશ છે જ નહિ. આ વાત સિદ્ધ કરવા માટે શ્રી “ઉત્તરાધ્યયન” સૂત્રના ૨૩મા અધ્યયનના એક અંશને હું અહિં ઉલ્લેખ કરું છું, કે જે ઉલ્લેખ ઈતિહાસને માટે બહુજ અગત્યનું છે. પરંતુ આ ઉલ્લેખ કર્યો પહેલાં જેકબીએ બનાવેલ “જેન સૂની ભૂમિકામાંથી એક લેખ હું અહિ દઉં છું, જેથી ખબર પડે કે આ અધ્યયન વિશ્વાસપાત્ર છે. જેકોબીએ લખ્યું છે કે, જેનેના ૨૩મા તીર્થંકર પાર્શ્વનાથ (કે જે મહાવીર પહેલાં ૨૫૦ વર્ષે થઈ ગયા) એક ઐતિહાસિક મહા પુરૂષ હતા, એમ હવે બધા લેક માને છે. મહાવીરના વખતમાં પાર્શ્વનાથ પ્રભુની સંપ્રદાયના આચાર્ય કેસી નામના મુનિ હતા. આ કેસી આચાર્યનું નામ જૈનસૂત્રમાં અનેક વાર એવી ગંભીરતા પૂર્વક આવ્યું છે કે આ લેખો પ્રમાણિકજ છે, એમ આપણે માનવું જ પડે છે.
૨૩મા અધ્યયનને સારાંશ નીચે મુજબ છે –
પાર્શ્વનાથ ભગવાનના શિષ્ય કેસી અને મહાવીરના શિષ્ય ગૌતમ સ્વામી: આ બન્ને નેતાઓ પિપિતાના શિષ્ય સાથે શ્રાવસ્તી નગરીના એક ઉદ્યાન (બગીચા) માં ભેગા થાય છે. આ બન્ને સંપ્રદાયમાં જૈન સાધુઓના મહાવ્રત સંબંધી તેમજ વસ્ત્રોના રંગરૂપ અને સંખ્યા બાબતમાં છેડે
For Private and Personal Use Only