________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮ વાળી છે, કેમકે તેથી તો એમજ નક્કી થશે કે, મહાવીર અને પાટલીપુત્રની સભાના વચલા બસેથી વધારે વર્ષો સુધી જેને પાસે કઈ સાહિત્ય જ નહોતું.
આવી જ રીતે એમ માનવું પણ અસંગત છે કે, પાટલી પુત્રની સભા પહેલાં અને મહાવીર નિર્વાણ બાદ કોઈ બીજા જ સિદ્ધાંતને પ્રચાર હતો અને પછી ઉપરની સભાએ એક ન જ સિદ્ધાંત ઘડી કાઢ્યો. જે તે સમય પહેલાંના સિદ્ધાંત ગ્રંથ મેજુદ હોત તે તે બાબતને ઉલ્લેખ આ સિદ્ધાંતમાં જરૂર કર્યો હોત, (કે જે સિદ્ધાંત પાટલીપુત્રની સભામાં રચાયાનું કહેવામાં આવે છે.) અને સાથે સાથે તે હેતુ પણ લખત કે જે હેતુથી જુના સિદ્ધાંત-ગ્રંથની બદલીમાં નવીન ગ્રંથો રચવા પડ્યા. પરંતુ જૈન સાહિત્યના સમસ્ત સંગ્રહમાં આ બાબતનો ઉલ્લેખ ક્યાંય પણ મળતું નથી. એટલા માટે પ્રોફેસર જેકબીની કલ્પનાને હું સ્વીકાર કરી શકતો નથી.
આની સાથે એ પણ યાદ રાખવું જરૂરનું છે કે જેના ગ્રંથોમાં સ્પષ્ટ લખ્યું છે કે, પાટલીપુત્રની સભામાં જૈન સિદ્ધાંતને ફક્ત સંગ્રહ જ કરવામાં આવ્યો હતો, તેની રચના કરવામાં આવી ન હતી. તે સિવાય પ્રેફેસર જેકૅબીની દલીલ એટલી મજબુત નથી કે, જૈન ગ્રંથના સ્પષ્ટ લેખોનો અસ્વીકાર કરી શકીએ.
મહાવીર અને પાટલીપુત્રની સભાના વચલા કાળની આ રીતે પૂર્તિ કરતાં કેવળ એક જ પરિણામ નિકળે છે કે, જેન સિદ્ધાંત– ને સંગ્રહ પાટલીપુત્રમાં થયો હતો, તે
For Private and Personal Use Only