________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬
પરંતુ અભયદેવસૂરિએ સમવાયાંગ સૂત્રની ટીકામાં આ દંતકથાને ખોટી ઠરાવી છે અને લખ્યું છે કે, મહાવીરે જૈન સિદ્ધાંતને ઉપદેશ ગણધરોને દીધો અને પછી તેઓએ “આચારાંગ” આદિ બાર અંગોની રચના કરી. તેઓએ (અભયદેવસૂરિએ) આગળ જતાં લખ્યું છે કે, બારમા (દષ્ટિવાદ) અંગમાં ચોદે પૂર્વે આવી જતાં હતાં. દરેક અંગો અને તેની ટીકાઓમાં એકજ સરખી રીતે આ વાત લખી છે કે, ચૌદે પૂર્વે બારમા અંગમાં આવી જતાં હતાં, અને એટલા માટે બારે અંગેની સાથે ચાદે પૂર્વો મોજુદ હતાં.
પૂર્વેમાં શું લખ્યું છે? જેકેબી સાહેબની માન્યતા પ્રમાણે બધા પૂર્વેમાં વાદવિવાદ વાળી હકીક્ત નહોતી. પૂર્વોની સંખ્યા ચૌદની હતી. આ પૂર્વેના નામ અને તેની અંદર આવેલ વિષયનું ટુંકું વર્ણન જૈન સૂત્રોમાં દીધેલ છે. આ વર્ણનથી આપણે જાણી શકીએ છીએ કે ફક્ત થોડા જ પૂર્વેમાં વાદવિવાદની હકીક્ત હતી, ત્યારે બાકીના પૂર્વમાં તે જૈનદર્શનનું વર્ણન કરેલ હતું. પૂર્વેના સંબંધમાં પ્રોફેસર જેકેબીએ કરેલ
અનુમાનનું ખંડન. પ્રોફેસર જેકૅબીને મત છે કે-“પૂર્વોનું અસ્તિત્વ કેવળ ભદ્રબાહુના સમય સુધી અર્થાત્ મહાવીર નિર્વાણ પછી લગભગ બસો વર્ષ સુધી જ રહ્યું અને તે સમય પછી પૂર્વે તદ્દન નાશ પામી ગયા.” આ મત સ્વીકારી શકાય તેવું નથી, કારણ કે પૂર્વેનું અસ્તિત્વ ઈ. સ. ૪૫૪ની વલ્લભીપુરની સભા થઈ ત્યાં સુધી
For Private and Personal Use Only