________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાલે છે, તે બાબત છેલ્લાં અનેક વર્ષોથી વાદવિવાદ ચાલ્યા કરે છે, પરંતુ તે બાબતનું આજ સુધી સંતોષકારક અને
લાગ્યું ત્યાં તે ભાગ કાઢી નાખ્યો છે. આ પંથમાં કોઈ સાધુ કે સાવી નથી. તેઓના અગાસ, ખંભાત (વડવાવ) અને સિદ્ધપુર એમ ત્રણ જગાએ આશ્રમે ચાલે છે. (સિદ્ધપુરને આશ્રમ રત્નરાજજીના કાળ કરી ગયા પછી બંધ થઈ ગયો હોય તે કહી શકાય નહિ ) અગાસને આશ્રમ મોટો છે. ત્યાં સો એક સ્ત્રી પુરૂષો રહે છે. અગાસ અને વડવાને આશ્રમને ખાસ બનતું નથી. આ લકે ખાસ કરીને ક્રિયામાં માનતા નથી, પણ આ દિવસ ભજન, કીર્તન અને શ્રીમની મૂર્તિની પૂજા કરવામાં કાઢે છે. આ આશ્રમમાં પહેલાં લલુછ (લઘુ+રાજ–લઘુરાજજી) અધિષ્ઠાતા તરીકે હતા. તેઓ બે વરસ થયાં કાળધર્મ પામ્યા છે. ખાસ કરીને ખંભાત, અમદાવાદ અને કલેલ તરફ આ લેકેનું જોર છે. ગુજરાત અને કાઠીયાવાડના શહેરોમાં રડ્યાખડા ભાઈઓ આ પંથને માને છે. તેઓની વસતી આશરે દશ હજારની કહેવાય છે.
(૬) કાગચ્છ-આ ગ૭ પિતાના પૂજ્ય તરીકે લેકશાહને માને છે. આ ગચ્છના યતિઓની મુખ્ય ૩ ગાદીઓ છે–વડેદરા, જેતારણ અને બાલુપુર.
(૭) સત્યસમાજ-આ સમાજ દિગંબર પંડિત દરબારીલાલજી ન્યાયતીર્થો કાઢ્યો છે. તેની હેડ ઓફીસ હાલ વધી(C.1.)માં છે. આ સમાજનું ધ્યેય ધાર્મિક કરતાં સામાજિક કે રાષ્ટ્રીય વધારે છે. આ સમાજ ખાસ કરીને જાતિ–પાંતિના ભેદ માનતો નથી. સં. ૧૯૯૩ ની દિવાળી સુધીમાં આ સમાજના લગભગ ૫૧૮ મેમ્બરે થયા છે. મુસ્લીમભાઈઓ પણ આ સમાજમાં મેમ્બર તરીકે છે.
For Private and Personal Use Only