________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માટે સાધન-સામગ્રી એકઠી કરવા માગતા હોય, તેમને આ સાહિત્યથી ઘણી મદદ મળી શકે તેમ છે. આ સામગ્રી એવી નથી કે જેની સત્યતા વિષે કોઈને શંકા હોય. આપણે જાણીએ છીએ કે, જેનોના ધર્મશાસ્ત્રો પ્રાચીન છે; જે સંસ્કૃત સાહિત્યને આપણે પ્રાચીન કહીએ છીએ, તે સાહિત્યથી પણ જૈનશાસ્ત્રો નિઃસંદેહ વધારે પ્રાચીન છે.
તેમાં પુરાતત્વની સામગ્રી કેટલી છે, તે વિષયમાં હું કહી શકું છું કે, તેમાંથી ઘણાએ શાસ્ત્રો, ઉત્તરી બૌદ્ધોના જુનામાં જુના પંથની સાથે મુકાબલો કરી શકે છે. આ બૌદ્ધશાસ્ત્રોથી બુદ્ધ અને બૌદ્ધ ધર્મના ઈતિહાસની સામગ્રી મેળવવામાં બહુ જ સફળતા મળી છે, તે પછી એવું કઈ કારણ નથી કે જેથી આપણે જેનશાસ્ત્રોને જૈનઈતિહાસનું પ્રમાણિક સાધન ન માનીએ. (એટલે કે, જૈન શાસ્ત્રોમાંથી જૈન ઈતિહાસ બરાબર પ્રમાણિક મળી શકે છે.)
(૨) આ બધી વાતે સિદ્ધ કરે છે કે, જૈનશાસ્ત્રો લખાયાં તે પહેલાં પણ જૈનધર્મ મર્યાદા સહિત અને નિશ્ચિત રૂપે ચાલ્યો આવતો હતો. બીજ ની હેરફેરથી જૈનધર્મને બગડવાને ડર નહોતે, એટલું જ નહિ પણ તે જુના વખતની નાનામાં નાની વાત પણ નિશ્ચિત રૂપે શાસ્ત્રોમાં વર્ણન કરાએલ છે. જેના ધાર્મિક સિદ્ધાંતોના વિષયમાં જે કાંઈ સિદ્ધ કરાઈ ગયું છે, તેવી જ રીતે જૈનેની ઐતિહાસિક જૈન -કૃતિઓના વિષયમાં પણ સિદ્ધ થઈ શકે તેમ છે.
(૩) જૈન કૃતિઓ એકજ મતથી જાહેર કરે છે કે, દેવદ્ધિગણના પ્રમુખપણા નીચેની વલ્લભીપુરની સભામાં
For Private and Personal Use Only