________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાધુમાગી. આ ત્રણે સંપ્રદાયોમાંથી કયે સંપ્રદાય સૌથી પ્રાચીન છે તથા જૈન ધર્મના અસલી સિદ્ધાંતો પ્રમાણે કોણ
(૪) તેરાપંથો–આ સંપ્રદાય વિ. સં. ૧૮૧૫ માં મારવાડમાં ભીખમલજીએ શરૂ કર્યો. આ સંપ્રદાય મુખ્યત્વે બીકાનેર, સરદાર શહેર, થલી પ્રાંત, ભારવાડ અને કરછના કઈ કઈ ભાગમાં ચાલે છે. તેર સાધુઓએ મળીને આ સંપ્રદાય કાઢવો હેવાથી “તેરાપંથ કહેવાય છે. તેમના સાધુઓને વેશ વગેરે બધું આપણુ ( સ્થાનકવાસી) સાધુઓને જ મળતું છે. ફક્ત મુહપત્તિની લંબાઇમાં ફેર છે. આ સંપ્રદાયમાં અત્યારે લગભગ ૧૩૧ સાધુ અને ર૯૪ સાવીઓ છે. તેમના આચાર્ય તરીકે હાલ પૂજ્ય તુલસીરામજી મહારાજ છે. તેઓ આપણી માફક ૩૨ સૂત્રોનું માને છે. તેઓ દયા, દાનને નિષેધ કરે છે. તેઓ મૂર્તિને માનતા નથી. તેમના અનુયાયીઓની સંખ્યા આશરે પચાસ હજારની કહેવાય છે.
(૫) કવિપથ-આ પંથના મૂળ સ્થાપક રાયચંદભાઈ તેઓ સં. ૧૯૨૪ ના કારતક સુદ ૧૫ ના રોજ વવાણીયા (કાઠીયાવાડ) માં રવજીભાઈ પિતા અને દેવબાઈ માતાને ત્યાં જમ્યા. આ રાયચંદભાઈ કવિ હતા, તેથી તે પંથને કવિપંથ' તરીકે ઓળખાવાય છે. તેઓ ૩૩ વર્ષની ઉંમરે વિ. સં. ૧૯૫૭માં રાજકોટમાં સ્વર્ગવાસ પામ્યા. શ્રીમદ્ રાજચંદ્ર (કવિ રાયચંદભાઈ) જીવ્યા ત્યાં સુધી તેમના પંથનું ખાસ જેર નહોતું, પરંતુ તેઓ મૃત્યુ પામ્યા બાદ તેમના ભક્તોએ આ પંથ આગળ ચલાવ્યો. આ કવિપંથીઓ મુખ્યત્વે શ્રીમની મૂર્તિને પૂજે છે. જો કે સાથે સાથે તાંબર તેમજ દિગંબરની મૂર્તિઓ પણ પૂજે છે. તેઓના શાસ્ત્રમાં “શ્રીમદ્ રાજચંદ્ર” નામનું એક પુસ્તક છે. આ પુસ્તકમાં શ્રીમદે જે જે વ્યકિતઓ ઉપર કાગળ લખેલા, તે કાગળનો સંગ્રહ માત્ર છે. જે કે આ કાગળો પણ પૂરેપૂરા તે નથી જ. તેમાં પણ જ્યાં ગ્ય ન
For Private and Personal Use Only