________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેટલીએ જગાએ જેન યતિઓને હલકા દરજજાના નેકરેને તેમજ ચેરનો પાઠ દેવામાં આવ્યો છે, અને આ રીતે આખા હિન્દુ સાહિત્યમાં જેન યતિઓને હલકા દરજજામાં રાખ્યા છે અને તિરસ્કારની દષ્ટિએ તેમના તરફ જોવામાં આવ્યું છે. આ વાતથી નકકી થાય છે કે, જે જનોએ દર્શન નશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, અધ્યાત્મવિદ્યા, વિશ્વવિવરણ વિદ્યા, ગણિત અને ફલિત, જ્યોતિષ, વ્યાકરણ, કેષ, અલંકાર, અને બીજા અનેક અનેક વિષયો પર મોટા મોટા વિદ્વતાપૂર્ણ ગ્રંથ સંસ્કૃતમાં લખી સાહિત્યની વૃદ્ધિ કરી છે, તે જેની સાથે આ બ્રાહ્મણ વિદ્વાનોએ કેવો ખરાબ વ્યવહાર ચલાવ્યો છે.
મહાવીરના નિર્વાણ પછી અમુક સદીઓ સુધી જંબુસ્વામી, પ્રભવસ્વામી, યશોભદ્ર, સંભૂતિવિજય, ભદ્રબાહુ, શૂ લિભદ્ર વગેરે પ્રખર પ્રતિભાશાળી મહાન ધર્માત્મા વિદ્વાને તે વખતમાં સૂર્ય સમાન ચમક્તા હતા, અને પોતાના વિરોધીઓના હૃદયમાં પણ આશ્ચર્ય ઉત્પન્ન કરતા હતા. તેઓની પાસે રાજા મહારાજાએ મસ્તક નમાવતા હતા. તેમના શાંતિમય પ્રભાવથી વિરોધીઓના અભિમાનના ચૂરે ચૂરા થઈ જતા હતા, અને તેઓનું એવું તેજ (પ્રભાવ) પડતું હતું કે, તેમની સામે અન્ય ધમીઓનાં માથા પણ જુદી પડતાં હતાં. આ મહાન વિદ્વાને પછી માનતુંગાચાર્ય, હરિભદ્રસૂરિ, શાંતિસૂરિ, હેમચંદ્રાચાર્ય, અને મેરૂતુંગાચાર્ય, વગેરે અનેક વિદ્વાને થયા, કે જેમણે મૂર્તિપૂજાનું વિધાન કરીને તેમજ કલ્પિત ધાર્મિક સિદ્ધાંતને પ્રચાર કરીને જેના ધર્મને જે કે એક નવિન અને વિચિત્ર રૂપ આપ્યું, તોપણ
For Private and Personal Use Only