________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પશુ લઈ જઈ શકતો ન હતો. ઘણા ફરમાનેમાંથી હું અહિં ફક્ત એક જ ફરમાનને ઉલ્લેખ કરું છું કે જે ફરમાન મહારાણાશ્રી રાજસિંહજીએ કરી આપ્યું હતું. તે ફરમાનની મતલબ એ છે કે જેનોના ઉપાશ્રય પાસેથી કઈ પણ નર કે માદા પશુવધ કરવા માટે લઈ જવામાં આવશે, તે પશુને “અમર કરી દેવામાં આવશે. (અર્થાત્ તેને કઈ જાનથી મારી શકશે નહિ.) અત્યારે પણ કેટલાએ દેશી રાજ્યમાં આવા હકે ચાલુ છે કે, જે શેરીઓ અગર બજારમાં જેને રહેતા હોય તે મહોલ્લામાં થઈને, મારવા માટે જાનવર લઈ જઈ શકાય નહિ. એટલે કે સાહિત્યની વૃદ્ધિ કરીને, ઘણાએ શક્તિશાલી રાજાઓને જૈનધમી બનાવીને, તેમજ નિરપરાધી મુંગા જાનવરની રક્ષા કરીને, અને હિંદના ખુણ-ખુણામાં જેનધર્મનો પ્રચાર કરીને જેનોએ મનુષ્ય માત્રનું ઘણું જ કલ્યાણ કર્યું છે. જૈનેને ઉપહાસ અને તેમના પર અત્યાચાર,
પરંતુ કાળની ગાત બહુ વિચિત્ર છે. ધીમે ધીમે જેન ધર્મને રાજાઓને આશ્રય (મદદ) મળતું બંધ થઈ ગયે, અને ત્યારથી નાના એવા વેપારી વર્ગમાં જ જૈનધર્મ સમાઈ ગયે. આ પાછલા વરસોમાં બહુજ ઓછા વિદ્વાને જેમાં થયા, તેથી તેમના હરીફને સામને નહિં જેજ થઈ શકે. જ્યારે જેને માં આ પ્રકારની નિર્બળતા આવી ત્યારે તેમના હરિફે જેર પર આવી ગયા. આ હરીફએ જેના ધર્મશાસ્ત્રો સળગાવી દીધાં, મંદિરને અપવિત્ર કર્યા, તેમના સિદ્ધાંતની મશ્કરી કરી અને સંસારની દષ્ટિએ જૈન ધર્મને
For Private and Personal Use Only