________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
ચના અને મશ્કરી કરવામાં ભારે અન્યાય કર્યો છે. કેમકે તેઓએ સ્યાદ્વાદ સિદ્ધાંતના આશયને તોડી મરડીને બદલી નાખે છે. અમે ઉપર જે દલીલ આપી છે તેથી આ વાત બરોબર સિદ્ધ થાય છે કે, જે વૈદિક કાળમાં જૈનધર્મને પ્રચાર ન હોત તે આપણને ઉપરનાં પ્રમાણે ન મળત.
જૈનોન સ્યાદ્વાદ ન્યાય કે જે એક બહુજ કઠણ સિદ્ધાંત છે, તે તરફ વેદવ્યાસજી જેવા એક પ્રખ્યાત વિદ્વાનનું પણ ધ્યાન ખેંચાયું, અને આ સ્યાદ્વાદ સિદ્ધાન્તને એટલી પ્રખ્યાતિ પામતાં તો જરૂર અનેક સદીઓ વીતી ગઈ હશે.
એટલા ઉપરથી એ નકકી છે કે, સ્યાદ્વાદ સિદ્ધાંત કે જે જૈનધર્મનું એક મૂખ્ય અંગ છે, તે સિદ્ધાંત “બ્રહ્મસૂત્ર” બન્યાં તે સમય પહેલાં પણ મોજુદ હતો. આ ઉપરથી તેમજ વેદમાં જેનધર્મ સંબંધી મળતા ઉલ્લેખોથી, આ વાત નિશ્ચયપૂર્વક સિદ્ધ થઈ જાય છે કે, વેદ કે જે જુનામાં જુના કહેવાય છે, તેનાથી પણ બહુ વખત પહેલાં જેનધર્મ ચડતી સ્થિતિમાં હતા. આ ઉપરથી એમ કહી શકાય કે વેદએજ જૈન ધર્મની કઈ કઈ વાતો પિતામાં લીધી હોય ! જૈનધર્મ સંસારના દરેક ધર્મથી પ્રાચીન છે.
જૈનધર્મ એ જગતભરના દરેક ધર્મથી પ્રાચીન છે, એ વાતની ખાત્રી કેટલાએ વિદ્રાનેને હવે દઢ થતી જાય છે. કાશીવાળા સ્વર્ગસ્થ સ્વામી રામમિશ્ર શાસ્ત્રીએ પોતાના એક વ્યાખ્યાનમાં કહ્યું હતું કે, જૈન ધર્મ આ દુનિયા જેટલા જ પ્રાચીન ધર્મ છે. હું આગળ ઉપર શાસ્ત્રીજીએ કહેલ વાતને જૈન અને હિન્દુઓના શાસ્ત્રોથી ટેકો આપી પુરવાર કરીશ.
For Private and Personal Use Only