________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ્રંથમાં લખ્યું છે કે–પિહિતાશ્રવ નામે જૈન સાધુને બુદ્ધકીર્તિ નામે એક વિદ્વાન શિષ્ય હતો. આ બુદ્ધ કીર્તિએ બદ્ધ ધર્મની સ્થાપના કરી હતી. જે વખતે બુદ્ધકીર્તિ પલાશ નગરમાં સર્યું નદીને કિનારે તપસ્યા કરી રહ્યા હતા, તે વખતે તેણે એક મરેલી માછલીને પાણી ઉપર તરતી જોઈ. તેણે પિતાના મનમાં વિચાર કર્યો કે–આ મરેલી માછલીને ખાવામાં હિંસા ન લાગી શકે, કેમકે તે તો જીવ રહિત છે. તેણે તરતજ તપસ્યા છોડી દીધી અને પોતાનામાં અને જૈન સાધુએમાં ભિન્નતા બતાવવા માટે ભગવાં વસ્ત્ર ધારણ કર્યા, અને એક નવા ધર્મને પ્રચાર કર્યો, કે જે ધર્મ તેના નામ ઉપરથી બોદ્ધ ધર્મ કહેવાય. એક જૈન પટ્ટાવલી”ના કહેવા મુજબ પિહિતાશ્રવ પાર્શ્વનાથ પ્રભુના અનુયાયી હતા, અને મહાવીરના વખતમાં વિદ્યમાન હતા. બુદ્ધ કીર્તિ પિહિતાશ્રવના શિષ્ય હતા, જેથી મહાવીરના વખતમાં વિદ્યમાન હોય તે બનવા જોગ છે. આ ઉપરથી એમ કહેવા માગીએ તો કહી શકાય કે–ૌદ્ધધર્મના મૂળ સ્થાપનાર એક જૈન સાધુ હતા. આ વાતની મજબુતી કરનાર બીજા વધારે પ્રમાણે મળતાં નહિ હોવાથી સંભવ છે કે-કઈ વિદ્વાનો આ કથાની સત્યતા બાબત શંકા કરે. પરંતુ તેથી પણ બૌદ્ધધર્મ કરતાં જૈન ધર્મ વધારે જુનો છે, તે વાતને કેઈ અડચણ આવતી નથી.*
* જૈન ધર્મના સાધુ બુદ્દકીર્તિએજ બૌદ્ધધર્મ સ્થાપ્યો છે, એમ અમારું કહેવું નથી. અમે તે અહિં જૈન ગ્રંથમાં આ બાબત શું લખ્યું છે, તેજ ફક્ત અહિં બતાવ્યું છે. આ કથા કદાચ ખોટી હેય તે પણ ઉપર આપેલ અનેક પ્રમાણેથી અમે સાબિત કર્યું છે કે-બૌદ્ધધર્મ કરતાં જૈનધર્મ પ્રાચીન છે.
For Private and Personal Use Only