________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦ જૈનધર્મ હિન્દુ ધર્મથી પ્રાચીન છે. કઈ વિદ્વાનો એવો મત છે કે જેને એ હિન્દુ ધર્મની શાખા છે, અને જેનના મૂળ સ્થાપનાર પાર્શ્વનાથ (ઈ. સ. પૂર્વે ૮૭૭-૭૭૭) છે. આ કપના પણ આધાર વગરની જ છે. અમુક સિદ્ધાન્તો સરખા છે તેથી જેમ લેન, બાર્થ, વેબર વગેરે વિદ્વાનોએ જૈનધર્મને શ્રદ્ધધર્મની શાખા માની લીધી હતી તેવી જ રીતે બુહલર અને જેકોબીની માન્યતા હતી કે જૈનધર્મ એ હિન્દુ ધર્મની શાખા છે, પરન્તુ ફક્ત સિદ્ધાંતોનું સરખાપણું એ કાંઈ તેઓની માન્યતાને સિદ્ધ કરી શકે નહિ. તેમજ વળી કેટલીએ જરૂરી બાબતમાં જેન અને હિન્દુ ધર્મના તત્વોમાં ઘણે ફેર છે આ પ્રોફેસરેએ જૈન અને હિન્દુ સિદ્ધાન્તોને સરખા માની લીધાં, આ ઉપરથી ખાત્રી થાય છે કે–તેઓને આ બન્ને ધર્મનું ફક્ત ઉપર ચોટીયું જ્ઞાનજ હતું. સાચી વાત તો એ છે કે, જૈનધર્મ એ હિન્દ ધર્મ કરતાં ઘણું જ પ્રાચીન ધર્મ છે, અને આ વાતના અનેક પ્રમાણે હું નીચે આપું છું--
જૈનધર્મ રામચંદ્રજીના વખતમાં હતો.
(૧) હિન્દુ પુરાણમાં પેગ વાસિષ્ઠ ” અને બીજા અનેક ગ્રંથોમાં જૈન ધર્મ સંબંધી હકીક્ત અનેક જગ્યાએ આવે છે.
મહાભારતના આદિ પર્વના ૩ જા અધ્યાયમાં શ્લેક ૨૩ થી ર૬ માં એક જૈન મુનિની હકીકત આપી છે. શાંતિપર્વ (મેક્ષધર્મ અધ્યાય ૨૩૯ શ્લેક૬) માં જેની પ્રસિદ્ધ સપ્તભંગીનયરનું વર્ણન કરેલ છે.
For Private and Personal Use Only