________________
શિવકેત
છે ૧૯
-
કાલે તો પિતા ક્રોધમૂઢ હતા, એટલે ભાણે બેઠા ત્યારે છોકરો સાંભરેલો છતાં ઉપેક્ષા કરેલી : ભલે ભૂખે મરતો. એક રાત ભૂખમાં તરફડશે કે સવારે સીધો થઈ જશે.
પણ આજે તો જમવાટાણું થતાં જ તેમણે હાક મારી ઃ શિવકેતુ! હા પિતાજી! હાથ જોડતો શિવકેતુ હાજર. ચાલ બેસી જા જમવા. ના પિતાજી, મારે જમવાનું નથી. કેમ? હજી રીસ નથી ઊતરતી કરડા અવાજે પિતાજી ગરજ્યા.
ના પિતાજી, રીસ નથી, પણ મેં કાલે આપની સામે જ પ્રતિજ્ઞા લીધી છે કે આપ મને “વ્રત' માટે હા કહો, પછી જ હું ભોજન લઈશ. હજી આપે હા નથી કહી, પિતાજી!
શિવકેતના અવાજમાં એક ન કલ્પેલી મક્કમતા હતી.
તેના પિતા આ મક્કમતા પારખી ગયા, ને એ સાથે જ તે વિમાસણમાં મૂકાઈ ગયા. તેમને થયું: આટલા વખતમાં કદી આ છોકરી સામું બોલ્યો નથી. મારા ક્રોધથી ડરી-તરીને જીવ્યો છે, ગરીબડાની જેમ. પણ આજે એનામાં કાંઈક વિલક્ષણ વર્તાય છે. એ ડરતો નથી, ડઘાતો નથી. મક્કમતાથી જવાબ વાળે છે. પોતાની વાતને દૃઢતાથી વળગી રહ્યો છે. શું હશે આનું રહસ્ય? લાવ, પૂછવા તો દે. તેણે તત્ક્ષણ પોતાની રૂખ બદલી. તેમણે પૂછ્યું: શેનું વ્રત લેવું છે તારે? કોની પાસે લેવાનું છે? બોલ! તેમને ખબર નહોતી કે ખરો ભૂંકપ તો હજી હવે આવવાનો છે. પિતાજી, સેવડા પાસે, જૈન સાધુ પાસે મારે વ્રત લેવાં છે.
શું બોલ્યો? સેવડા પાસે તારે દીક્ષા લેવી છે એમ? તો તો ભલે ભલે ભૂખ્યો ને તરસ્યો મરી જા. અમને વાંધો નથી. કુલાંગાર!
રાજપુરોહિત ક્રોધથી થરથર કંપી રહ્યા હતા. કશુંક અતિશય અઘટિત કે અબ્રહ્મણ્ય સંભળાઈ ગયું હોય અને જે મનોવ્યથા થાય તે વ્યથા તેમના પ્રત્યેક કંપનમાં ડોકિયું કરી રહી હતી. આ વાતને આ તબક્કે જ ખીલે બાંધવાની ગણતરીથી પોતાનું આખરીનામું સંભળાવતાં તેમણે કહ્યું:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org