________________
રત્નાકરાવતારિકા
તૃતીયપરિચ્છેદ સૂત્ર ૨-૩
૩૬૪
તે લક્ષણોમાં જે પ્રાણીઓમાં ચારપગાપણુ એ વિશેષ લક્ષણ છે તેવા ગાય-ભેંસ-ઘોડા-ગધેડા આદિમાં પણ ‘‘ભૂમિ ઉપર ચાલવાપણુ” એ સામાન્યલક્ષણ તો છે જ, તેવી જ રીતે પેટે ચાલનારા સર્પઅજગરાદિમાં અને હાથથી ચાલનારા નોળીયા-વાંદરા આદિમાં પણ ‘ભૂમિ ઉપર ચાલવાપણું” એ સામાન્ય લક્ષણ તો છે જ. તેની જેમ અહીં પણ પરોક્ષપ્રમાણનું લક્ષણ જેમાં હોય છે તેમાં પ્રમાણનું સામાન્યલક્ષણ તો હોય જ છે. તેથી ‘“અસ્પષ્ટત્વ” એ પરોક્ષના વિશેષલક્ષણમાં ‘સ્વ પર-વ્યવસાયિક જ્ઞાન'' આ સામાન્ય લક્ષણ પણ રહેલું જ છે. તેથી સળંગ અર્થ આવો થાય છે
કે
સ્વનો (જ્ઞાનનો) અને પરનો (જ્ઞેય પદાર્થનો) નિશ્ચયાત્મક બોધ હોય, પરંતુ અસ્પષ્ટ હોય, ચિત્તને સંતોષ થાય તેવો સ્પષ્ટ ન હોય, તે જ્ઞાનને ‘‘પરોક્ષ પ્રમાણ'' કહેવાય છે. જેમ કે કોઈ ઘરમાં લાગેલી આગથી નીકળતા ધુમાડાને દેખીને ‘આ ઘરમાં આગ લાગી છે” એવું જે જ્ઞાન થાય છે તે પરોક્ષપ્રમાણ છે. કારણ કે ધુમાડા દ્વારા અગ્નિનું જ્ઞાન થવા છતાં સ્પષ્ટ નથી, ચિત્તને સંતોષ થતો નથી, તેથી જ સંતોષ પ્રાપ્ત કરવા સાક્ષાત્ અગ્નિ જોવા માટે લોકો ત્યાં દોડી જાય છે. માટે ત્યાં જઈને આંખે જોયેલો અગ્નિ જેટલો સ્પષ્ટ અને સાક્ષાત્કાર છે. તેવું ધૂમમાત્ર દેખીને અગ્નિનું કરેલું અનુમાન સ્પષ્ટ અને સાક્ષાત્કાર નથી. માટે અસ્પષ્ટ હોવાથી તેને પરોક્ષપ્રમાણ કહેવાય છે. ।।૩-૧।।
अथैतत् प्रकारतः प्रकटयन्ति
स्मरण - प्रत्यभिज्ञान - तर्कानुमानागमभेदतस्तत् पञ्चप्रकारम् ॥३-२॥
સ્પષ્ટમ્ ॥૩-રા
હવે આ બીજા સૂત્રમાં તંત્ = આ પરોક્ષપ્રમાણ ભેદો દ્વારા સમજાવે છે. પરોક્ષપ્રમાણના
પ્રતિભેદો કેટલા ? તે કહે છે.
(૧) સ્મરણ (૨) પ્રત્યભિજ્ઞાન, (૩) તર્ક, (૪) અનુમાન અને (૫) આગમ એમ પાંચ ભેદોના કારણે તે પરોક્ષ પ્રમાણ પાંચ પ્રકારવાળુ (પાંચ ભેદોવાળું) છે. ૩-રા
આ સૂત્રનો અર્થ અત્યન્ત સ્પષ્ટ છે. જેમ પ્રત્યક્ષપ્રમાણના સાંવ્યવહારિક અને પારમાર્થિક એમ બે ભેદો તથા તેના પ્રતિભેદો કહ્યા છે તેમ પરોક્ષપ્રમાણના પણ ભેદો-પ્રતિભેદો સમજાવે છે. ત્યાં સૌ પ્રથમ પરોક્ષપ્રમાણના મૂળ પાંચ ભેદો કહે છે. (૧) સ્મરણ, (૨) પ્રત્યભિજ્ઞાન, (૩) તર્ક, (૪) અનુમાન અને (૫) આગમ, આ પરોક્ષપ્રમાણના એકેક ભેદોના અર્થો આગળના સૂત્રોમાં દૃષ્ટાન્ત સાથે આવે જ છે એટલે અહીં વધારે વિવેચન કરતા નથી. ।।૩-રા
अथैतेषु तावत् स्मरणं कारणगोचरस्वरूपैः प्ररूपयन्ति -
-
तत्र संस्कारप्रबोधसम्भूतमनुभूतार्थविषयं तदित्याकारं वेदनं स्मरणम् ॥३-३॥ હવે આ ત્રીજા સૂત્રમાં પરોક્ષપ્રમાણના ઉપર કહેલા પાંચ ભેદોમાંથી જે સૌથી પ્રથમભેદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org