________________
जयन्तु श्रीवीतरागाः श्रीवादिदेवसुरिविरचितस्य प्रमाणनयतत्त्वालोकस्य
श्रीरत्नप्रभाचार्यविरचिता लध्वीटीका
रत्नाकरावतारिका
तृतीयः परिच्छेदः प्रत्यक्षानन्तरं परोक्षं लक्षयन्ति -
अस्पष्टं परोक्षम् - ३-१ प्राकसूत्रितस्पष्टत्वाभावभ्राजिष्णु यत् प्रमाणं तत् परोक्षं लक्षयितव्यम् ॥३-१॥
પહેલા પરિચ્છેદમાં પ્રમાણ કોને કહેવાય ? અને પ્રમાણના ભેદ કેટલા ? તે સમજાવવામાં આવ્યું. સ્વ-પરના વ્યવસાયને કરાવનારું (અર્થાત્ જ્ઞાન અને શેયનો નિર્ણય કરાવનારું) જે જ્ઞાન તે પ્રકાશની જેમ પ્રમાણ કહેવાય છે. તેના મુખ્ય બે ભેદ છે. (૧) પ્રત્યક્ષ અને (૨) પરોક્ષ.
અતિશય સ્પણ એવું જે જ્ઞાન તે પ્રત્યક્ષ. તેના બે ભેદ છે. ઈન્દ્રિયો અને મનની સહાયથી જે સ્પષ્ટ જ્ઞાન થાય તે સાંવ્યવહારિક પ્રત્યક્ષ, અને ઈન્દ્રિયો તથા મનની સહાય વિના આત્મસાક્ષાત્ જે સ્પષ્ટ જ્ઞાન થાય તે પારમાર્થિક પ્રત્યક્ષ છે. સાંવ્યવહારિક પ્રત્યક્ષમાં મતિ અને શ્રુત તથા વ્યંજનાવગ્રહઅર્થાવગ્રહ-હા-અપાય-ધારણા આદિ તેના ભેદો-પ્રતિભેદો અને પારિમાર્થિક પ્રત્યક્ષમાં વિકલ અને સકલ, વિકલમાં અવધિ-મન:પર્યવ અને સકલમાં કેવલજ્ઞાન આદિ પ્રત્યક્ષપ્રમાણના ભેદ-પ્રતિભેદોનું વર્ણન પહેલા-બીજા પરિચ્છેદમાં કર્યું.
આ પ્રમાણે પ્રત્યક્ષ પ્રમાણની વિસ્તૃત ચર્ચા સમજાવીને હવે આ ત્રીજા પરિચ્છેદમાં પરોક્ષ પ્રમાણ સમજાવે છે. પરોક્ષ પ્રમાણ એટલે શું? અને તેના ભેદ-પ્રતિભેદો કેટલા ? તેના અર્થ શું ? ઈત્યાદિ પ્રકરણ આ ત્રીજા પરિચ્છેદમાં હવે સમજાવવામાં આવે છે.
અસ્પષ્ટ એવું જે જ્ઞાન તે પરોક્ષપ્રમાણ છે. ૩-૧
બીજા પરિચ્છેદના ત્રીજા સૂત્રમાં “સ્પટવ' કોને કહેવાય તે સમજાવેલ છે. તેવા પ્રકારના પૂર્વે બતાવેલા “સ્પટવ” ના અભાવ વડે શોભતું એવું જે જ્ઞાન તે પરોક્ષપ્રમાણ કહેવાય છે.
કોઈ પણ વિશેષલક્ષણમાં (પ્રભેદના લક્ષાણમાં) સામાન્ય લક્ષણ (એટલે કે મૂલભેદનું લક્ષણ) તો અંતર્ગત હોય જ છે. જેમકે સ્થલચરતિર્યંચનું મૂલ લક્ષણ ભૂમિ ઉપર ચાલવાપણું છે. તેના ત્રણ ભેદ છે. (૧) ચતુષ્પદ, (૨) ઉરઃ પરિસર્પ, અને (૩) ભુજપરિસર્પ, તેના અર્થો અનુક્રમે ચારપગાં પ્રાણી, પેટે ચાલનાર પ્રાણી અને હાથથી ચાલનારા પ્રાણી થાય છે તે વિશેષલક્ષણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org