________________
પૂજે નિંદે કોઈ માનવી રે, એમાં રાખે સમભાવ. (૨) પરિષહ સહે અતિ આકરા, છડે તે યે ના સ્વભાવ. (૨)
યેગી રમે સમભાવમાં કેઈ પુષ્પ વડે પૂજા કરે તે પણ ભલે, અને કોઈ નિંદા કરે, પથ્થર ફેંકે તે પણ મહાપુરૂષે પિતાનાં સ્વભાવને છોડતાં નથી. ગમે તેવા ઘર-પરિષહ પડે તે પણ સમભાવે સહન કરે છે. આત્માને સ્વભાવ જ ક્ષમામય છે. ક્રોધને સમયે સામે માણસ અગ્નિ જેવો થાય તે તેની સામે ક્ષમાનું પાણી છાંટી તેને શાંત કર જોઈએ. પણ તેની સામે ક્રોધી ન બનવું જોઈએ. કષાયની આગ આપણાં જીવનબાગને બાળી ન નાખે માટે ભગવાને આપેલા ક્ષમાના પાઠને ભણવું જોઈએ. તમારા અવગુણ ગાવા વાળાને તમે કદી પણ મીઠાં શબ્દોથી લાવી શકે છે? આપણે જે આત્માનું કલ્યાણ કરવું હોય તે બધા નિમિત્તોથી પર થઈને સ્વઘરમાં કષાયની આગ ન લાગે તે માટે જાગૃત રહેવાનું છે. શ્રમણ ક્ષમાની પ્રતિમા હોય. આપણે પણ કષાયને ટાળી તિતિક્ષાને ધારણ કરીશું. તે અવશ્ય કલ્યાણ થશે.
વ્યાખ્યાન નંબર અષાડ વદ ૧૦ ને શનિવાર, તા. ૧૨-૭૭૧
નાથે સિદ્ધાંતથી સમજાવ્યા. સિદ્ધાંત એટલે ત્રણેય કાળે સિદ્ધ થયેલી વસ્તુ તેનું નામ સિદ્ધાંત. જંબુસ્વામી સુધર્માસ્વામીને પૂછે છે કે હે ભગવાન! બારમા ઉપાંગમાં ભગવાને શા ભાવ સમજાવ્યા છે? ત્યારે સુધર્માસવામી કહે છે કે હે આયુષ્યમાન શિષ્ય! ભગવાને બારમા અંગ વહૂિદશામાં જે ભાવે સમજાવ્યા છે તે હું તને યથાતથ્ય કહીશ. તેને તું એકાગ્રચિત્તથી સાંભળ. બહારના વિચારોમાં જેનું મન જકડાઈ ગયું છે, પરભાવમાં રહ્યું છે, તે ભગવાનની વાણીને હૃદયમાં ઉતારી શકતા નથી. જે ભાવે અહીં કહેવાશે, તેને એકાગ્ર ચિત્તથી સાંભળે. આ વીતરાગની વાણી અમૂલ્યમાં અમૂલ્ય છે. દુનિયાની કઈ પણું વાણુ વીતરાગ-વાણીને તેલ આવી શકે નહિં. ભગવાનની વાણી મહામંગલકારી અને પાવનકારી છે. શાંતિને આપનારી છે. વિનની હરનારી છે. મનવાંચ્છિત સુખને - આપનારી છે. જેની કઈ કિંમત આંકી શકતું નથી. ભગવાન જે ભાવે સમજાવે છે તે અફર છે. તેમાં કોઈ ફેરફાર કરી શકે નહિં. ભગવાન એ છે કે જેણે કાયાનો મેહ વેસરાવી