________________
કમ મળે છે. માટે ધમને જીવનમાં અપનાવે જોઈએ. તે પુત્ર ક્રોધથી ધમધમી હશે. અને કહેશે કે ધર્મ તે તમારા માટે છે. અમે તે ધર્મ કે કર્મને માનતા જ નથી. માટે જ્ઞાની પુરૂષ કહે છે. પ્રથમ ક્ષમા ધર્મ લા. આપણને શરીર ઉપર આસક્તિ કેટલી છે? જ્યારે ભગવાને શરીર ઉપર કેટલી અનાસક્તિ મેળવી હતી? દેહપરનાં મમત્વભાવને ઉડાડી દીધું હતું. સંસારીને મનમાં કેવા ભાવ રમી રહ્યા છે? અનેક જાતનાં ફોટા પડે છે. પણ મનને ફેટો પડતો નથી. જ્યારે માણસ અસમર્થ નિવડે છે ત્યારે વધારે ગુસ્સે થાય છે. તમે શરીરને જુઓ છે કે આત્માને ? બારદાનની કિંમત વધારે કે માલની? આ શરીર તો કથળે છે. અંદરના આત્માની કિંમત છે. પાડોશમાં ઘી ઢોળાય તો જરાપણુ દુઃખ થતું નથી. પણ ઘરમાં વાટકો ઘી ઢોળાય તે કેવા ગુસ્સે થઈ જાવ છે? શરીર પાડોશી છે. શરીર તે હું નથી. મકાન નથી. મકાન જુદું અને માલિક જુદા. શરીર જુદું, આત્મા જુદો. બલવું તે જુદી વાત છે અને આચરણમાં ઉતારવું એ જુદી વાત છે. વાત કરનાર જુદા છે. સંગ્રામ ખેલનાર જુદા છે.
જુઓ જુઓ જંબુસ્વામી, બાળવયે બેધ પામી, તજી રાજ-રિદ્ધિ જેણે તજી આઠ નારી.” તજી આઠ નારી તેને વંદના અમારી.
જુએરે જુઓ રે જેનો કેવા વ્રતધારી. જંબુ સ્વામીએ કેવી ભગવાનની વાણી ઝીલી. આઠ આઠ કન્યા સાથે પાણી ગ્રહણ કરેલું, છતાં આઠેય કન્યા છોડી, સંસાર ભાવને ત્યજી, વિષયમાં-રંગ-રાગમાં નહિ લેભાતા, સઘળી સમૃદ્ધિને ત્યાગી સંયમ પંથ સ્વીકાર્યો. સાધના પંથમાં અપૂર્વ પુરૂષાર્થ ખેડી, શાશ્વત સુખ મેળવ્યું.
ભગવાન મહાવીર સ્વામી જે આપણું પરમ પિતા છે તેમણે કેવા ક્ષમાના પાઠ જીવનમાં ઉતાર્યા? પરિષહ અને ઉપસર્ગની ઝડીઓ વરસી, છતાં કેવાં કષ્ટોને સહન કર્યા ! ભગવાન એક વખત કાઉસગ્ગ ધ્યાને ઊભા હતા, ત્યારે સંગમ દેવ પૂર્વ ભવના વેરથી, ભગવાનને ઊભેલા જુએ છે અને એકદમ ક્રોધાયમાન થઈ જાય છે. “આને ચલાયમાન કરૂં.” ભગવાન ઉપર સર્પો વિકુવીને નાખે છે. સર્પો ભગવાનનાં શરીર પર જેમ ઝાડ પર વેલ વિંટળાય તેમ વીંટળાઈ જાય છે અને અતિ તિલણ દાઢે બેસાડે છે, ખૂબ પીડા આપે છે, તે પણ ભગવાન ચલાયમાન નથી થતાં. ત્યારે વજમુખી કીડીએ હજારો લાખે વિમુર્વે છે. કીડીઓ એવા તે શરીર પર ચટક ચટકા ભરે છે કે ભગવાનનાં શરીરમાં ખૂબજ બળતરા થાય છે. છતાં પણ કેવી ક્ષમાવીરની તિતિક્ષા! ત્યાર પછી સંગમ કીડીએને સંહરી લે છે. અને વજ સમા દાંતવાળા ઉંદર વિકવે છે. વિકલા ઉંદરે પિતાનાં ભયંકર અને તીક્ષણ નખથી, દાંતથી અને મુખથી ભગવાનનાં શરીરને છેતરવા માંડયું. તિરેલા શરીર પર ઉંદરેએ લઘુનીત કરી, એક તે ઘા ને ઉપર ખારાશનું સિંચન થાય