________________
૧૧
પ્રથમ નિતવ જમાલિ
આ પ્રથમ નિદ્વવ થયા. જમાલિ તેમનું નામ હતું પરમાત્માને કેવલજ્ઞાન પ્રગટ થયા પછી ૧૪ વર્ષો પસાર થયાં હતાં ત્યારે મિથ્યાત્વમોહના ઉદ થી શ્રાવસ્થી નામની નગરીમાં જમાલિથી આ વાદ શરૂ થયો. “બહુરત” નામે આ પ્રથમ નિતવ થયા. પ્રથમ નિહ્નવ તરીકેની દૃષ્ટિ અહિંથી શરૂ થઈ | ૨૩૦૬ |
તે પ્રથમ નિતવની દૃષ્ટિ જે રીતે ઉત્પન્ન થઈ. તે વાત બતાવવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી સંગ્રહાત્મકગાથાથી કહે છે -
जिट्ठा सुदंसण जमालिणोज्ज सावत्थीतिंदुगुज्जाणे । पञ्च सया य सहस्सं, ढंकेण जमालि मोत्तूणं ॥ २३०७ ॥
ગાથાર્થ :- જયેષ્ટા, સુદર્શના, જમાલિ, અનવદ્યા, શ્રાવસ્તી નામની નગરી, તૈન્દુક નામનું ઉદ્યાન, તે ઉદ્યાનમાં પાંચસોહ સાધુ અને એક હજાર સાધ્વીજીઓને ટંક નામના કુંભકાર વડે પ્રતિબોધ કરાયો. ફક્ત એક જમાલિને મુકીને (અર્થાત્ જમાલિનો પ્રતિબોધ થયો નહીં). / ૨૩૦૭ ||
| વિવેચન :- વાતનો સારાંશ આ પ્રમાણે છે કે. પરમાત્માશ્રી મહાવીર પ્રભુની બેનનો પુત્ર (ભાણેજ) જમાલિ નામનો રાજપુત્ર હતો. તેની પત્ની પરમાત્મા શ્રી મહાવીર પ્રભુની પુત્રી હતી. (તે કાલે મામા-ફઈના પુત્ર-પુત્રીના વ્યવહારો થતા હતા.) જમાલિની પત્ની અને મહાવીર પ્રભુની પુત્રીનું નામ જયેઠા. સુદર્શન અને અનવદ્યાની આમ ત્રણ નામો હતા. પાંચસો પુરુષો સાથે જમાલિએ ભગવાન મહાવીર સ્વામી પાસે દીક્ષા ગ્રહણ કરી તેની પત્ની સુદર્શનાએ પણ એક હજાર સ્ત્રીયો સાથે પરમાત્મા પાસે દીક્ષા ગ્રહણ કરી. દીક્ષા ગ્રહણ કર્યા પછી જમાલિએ અગિયાર અંગોનો અભ્યાસ કર્યો. ત્યારબાદ જમાલિવડે ભગવાનથી જુદો વિહાર કરવા માટે અનુમતિ મંગાઇ. ભગવાને મૌન ધારણ કરેલું હોવાથી કંઈ પણ પ્રત્યુત્તર આપ્યો નહીં.
આ પ્રમાણે સ્વતંત્રપણે છુટા પડવાની ભગવાને સમ્મતિ ન આપી હોવા છતાં પણ પાંચસોહ મુનિરાજથી પરિવરેલા તે જમાલિ મુનિ શ્રી મહાવીર પ્રભુ પાસેથી નીકળ્યા. ગામાનુગામ વિચરતા વિચરતા શ્રાવસ્તી નામની નગરીમાં આવ્યા. તે નગરીમાં તૈક નામના ઉદ્યાનમાં કોષ્ટક નામના ચૈત્યમાં આવીને સ્થિર થયા.
લુખ્ખો, સુક્કો અને રસકસ વિનાનો આહાર લેવાથી ત્યાં શ્રાવસ્તી નગરીમાં તે જમાલિને તીવ્ર રોગની પીડા શરૂ થઈ. તેના વડે બેસી શકાતું નથી. કે ઉભા રહી શકાતું નથી. તેથી તેઓએ અન્ય શ્રમણ મુનિઓને કહ્યું કે “મારા માટે જલ્દી જલ્દી સંથારો પાથરો કે જેથી હું તેના ઉપર સુઈ જાઉં.”