________________
ચતુર્થ નિહ્નવ અશ્વમિત્ર મુનિ
૯૫ સંસારની સર્વે પણ વસ્તુઓ પર્યાયાર્થિકનયથી સમયે સમયે બદલાતી છે અને દ્રવ્યાર્થિકનયથી નિત્ય છે. આ પ્રમાણે બન્ને નયોના સ્વરૂપવાળી જ સર્વે પણ વસ્તુઓ છે. તેથી જ આખું વિશ્વ નિત્યાનિત્ય છે. દ્રવ્ય-પર્યાયમય છે તેમાંથી કોઈ પણ એક નયને સ્વીકારવો અને બીજા એકનયનો અપલાપ કરવો તે મિથ્યાત્વ જ છે. અને આમ કરવાથી સર્વ વ્યવહારોનો ઉચ્છેદ થાય છે. જેમકે “દેવદત્ત” નામનો એક માણસ છે તે દેવદત્તપણે જન્મથી મરણ સુધી ધ્રુવ છે પરંતુ બાલ્ય-યુવા અને વૃદ્ધાવસ્થાને આશ્રયી ઉત્પાદ-વ્યયવાળો છે આ રીતે સર્વમાં સમજવું. માટે આખુંય આ વિશ્વ ત્રિપદીમય છે સ્યાદ્વાદધર્મ વાળું છે આ પ્રમાણે માનવું અને સમજવું એ જ સમ્યક્ત છે. ૨૪૧૭
અવતરણ - આ બન્ને નયોમાંથી કોઈ પણ એકનય સ્વીકારીએ અને બીજી નયનો જે અપલાપ કરીએ તો સુખ-દુઃખાદિ સમસ્ત વ્યવહારનો અભાવ જ થાય. તે વાતની શંકા કરીને બન્ને નયોથી ભરેલું જગત છે આ વાતને પ્રમાણભૂત કરતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે
न सुहाइ पज्जयमए, नासाओ सव्वहा मयस्सेव । न य दव्वट्ठियपक्खे, निच्चत्तणओ नभस्सेव ॥ २४१८ ॥
ગાથાર્થ - કેવળ એકલો પર્યાયાર્થિક નય માને છત સુખ-દુઃખ વિગેરે ભાવો ઘટતા નથી. કારણ કે ઉત્પત્તિની પછી તુરત જ કેવળ એકલો સર્વથા નાશ જ માન્યો છે માટે, મરેલા માણસની જેમ, તથા કેવળ એકલા દ્રવ્યાર્થિક નયને માને છતે પણ એકાન્ત નિત્ય હોવાથી આકાશની જેમ સુખ-દુઃખાદિ ઘટતાં નથી. માટે બન્ને નયો સાથે જ સ્વીકારવા જોઈએ)
વિશેષાર્થ - કેવળ એકલો પર્યાયાર્થિકનય માને છતે જગતના જીવોમાં સુખ-દુઃખ તથા બન્ધ-મોક્ષ વિગેરે ભાવો ઘટતા નથી. ન્યાયની પરિભાષા પ્રમાણે આ પ્રતિજ્ઞા થઈ. કારણ કે કેવળ એકલો પર્યાયાર્થિક નય જ જો માનવામાં આવે તો વસ્તુ “ઉત્પન્ન થતાંની સાથે જ બીજા જ સમયે સર્વથા નાશ પામતી હોવાથી આ હેતુવાચી પદ જાણવું. મરેલા માણસની જેમ આ ઉદાહરણવાચી પદ જાણવું.
આવી જ રીતે કેવળ એકલો દ્રવ્યાર્થિક નય સ્વીકારે છતે પણ સુખ-દુઃખ અને બંધમોક્ષાદિ ભાવો ઘટતા નથી. કારણ કે એકાન્ત જો દ્રવ્યાર્થિક નય માનવામાં આવે તો એકાન્ત વસ્તુને નિત્ય માનવાથી અવિચલિત રૂપવાળી જ વસ્તુ બને- જે સુખી હોય તે સુખી જ રહે અને જે દુઃખી હોય તે દુઃખી જ રહે આકાશની જેમ, માટે આ બન્ને નયોમાંથી એક એક નય માનીએ અને જો બીજો નય ન માનીએ તો મિથ્યાત્વ જ આવે. તેથી દ્રવ્ય અને પર્યાય એમ ઉભયભાવવાળું જગત છે આમ માનવામાં જ આ સર્વ સુખ