________________
ષષ્ઠમ નિહ્નવ રોહગુપ્ત મુનિ
૧૩૯
ભાગોને)તો ધર્માસ્તિકાયકાયાદિની જેમ નોજીવ છે આમ જો સ્વીકારાય તો આ એક જીવના જેટલા આત્મપ્રદેશો છે. તેટલા તમામ આત્મપ્રદેશો ટુકડા જ હોવાથી બધા જ નોજીવ જ થશે. એટલે કે એક આત્મામાં અસંખ્યાતા નોજીવોનો જ ઢગલો થશે. જીવદ્રવ્ય જેવું કંઇ રહેશે જ નહીં.
તથા જીવદ્રવ્યના સર્વપ્રદેશો જેમ નોજીવ જ બનશે અને જીવદ્રવ્ય મૂળ તો રહેશે જ નહીં. તેની જેમ અજીવદ્રવ્યમાં પણ બધા જ પરમાણુઓ નોઅજીવ જ બનશે. પણ અજીવદ્રવ્ય જેવું કંઇ રહેશે જ નહી. આવા ઘણા દોષો આવશે. ॥ ૨૪૭૦ ॥
અવતરણ :- “નોજીવ” માનવામાં બીજી પણ દુષણ આવે છે તે સમજાવે છે. एवमजीवा वि पइप्पएसभेएण नोअजीवत्ति । नत्थि अजीवा केइ कयरे ते तिन्नि रासित्ति ॥ २४७१ ॥
ગાથાર્થ :- આ પ્રમાણે અજીવમાં પણ પ્રત્યેક પ્રદેશે પ્રદેશે પ્રદેશના ભેદથી “નોઅજીવ”
--
જ સિદ્ધ થશે. પણ અજીવ મૂલદ્રવ્ય રહેશે નહીં. તો ત્રણ રાશિ ક્યાંથી સિદ્ધ થશે ? બે જ રાશિ થશે. ॥ ૨૪૭૧ ||
વિવેચન :- આ જ પ્રમાણે અજીવ એવા ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોના તથા દૃયણુક-ત્ર્યણુકઆદિ પુદ્ગલના સ્કંધો તથા ઘટ-પટાદિ પદાર્થોના પણ પ્રત્યેક પ્રદેશો ભિન્ન ભિન્ન હોવાથી અને અજીવદ્રવ્યનો એક દેશ હોવાથી નોઅજીવ જ કહેવાશે જેમ ઘટના એકદેશને નોટ કહેવાય છે તેમ. આ રીતે અજીવ નામનું કોઈ દ્રવ્ય રહેશે જ નહીં પરમાણુઓ જે છે તે પુદ્ગલાસ્તિકાય નામના અજીવદ્રવ્યના એક એક અંશ હોવાથી સર્વ પરમાણુઓ નોઅજીવ જ કહેવાશે. તેથી ત્રણ રાશિ કેવી રીતે થશે ? તારા વડે રાજસભામાં ત્રણ રાશિ કેવી રીતે સિદ્ધ કરાઇ. વાસ્તવિક વિચાર કરીએ તો ઉપર સમજાવેલા ન્યાય પ્રમાણે નોજીવ અને નોઅજીવ એમ બે રાશિ જ થાય છે તેથી તારી માન્યતામાં ઘણા દોષો આવતા હોવાથી જીવ છેદાતો જ નથી. આ વાત નક્કી થાય છે. અને ખરેખર તે જ વાત સાચી છે, માટે તારે પણ તેને જ સ્વીકારવી જોઈએ. ॥ ૨૪૭૧ ||
અવતરણ :- આ જીવ ભલે છેદાયો હોય તો પણ નોજીવની સિદ્ધિ થતી નથી. આ વાત સમજાવતાં કહે છે કે ઃ
च्छिन्नो व होउ जीवो, कह सो तल्लक्खणो वि नोजीवो ? अह एवमजीवस्स वि देसो तो नोअजीवोत्ति ॥ २४७२ ॥ एवं पि रासओ ते न तिन्नि, चत्तारि संपसज्जंति । जीवा तहा अजीवा नोजीवा नोअजीवा य ॥ २४७३ ॥