Book Title: Nihnavavad
Author(s): Dhirajlal Dahyalal Mehta
Publisher: Jain Dharm Prasaran Trust

View full book text
Previous | Next

Page 242
________________ અષ્ટમ નિતવ શિવભૂતિ મુનિ ૨૧૯ અર્થ :- વસ્ત્રો પોતાની ઉંચાઇ પ્રમાણેનાં, તથા અઢી હાથ વિસ્તારવાળાં બે વસ્ત્રો સુતરનાં અને ત્રીજા વસ્ત્ર ઉનનું (કાંમળી) આમ ત્રણ વસ્ત્રો જાણવાં. || ૧ || (જ્યારે શીયાલામાં ઘણી જ ઠંડી પડે ત્યારે તાપણું કરવા માટે તૃણગ્રહણ અને અગ્નિસેવા લેવી પડે, તે) તૃણગ્રહણ અને અગ્નિ સેવા ન લેવી પડે તેટલા માટે અર્થાત્ તે સેવાના નિવારણ અર્થે, તથા ધર્મધ્યાન અને શુક્તધ્યાન ધરવા માટે તથા ગ્લાન (માંદા) સાધુ માટે તથા મૃત્યુ પામેલા (કાલધર્મ પામેલા) સાધુના શરીરને સ્મશાન ભૂમિમાં લઈ જવા માટે વસ્ત્રનું ગ્રહણ શાસ્ત્રોમાં કહ્યું છે (૨) આકાશમાંથી પડતાં સંપાતિક રજ રેણુની પ્રમાર્જના (રક્ષાના) અર્થે મુખ આડી મુહપત્તિ રાખવાનું જ્ઞાની પુરુષો કહે છે તથા વસતિની પ્રાર્થના કરતો સાધુ તેના વડે (મુહપત્તિ વડે) નાસિકાને અને મુખને બાંધે એમ જ્ઞાની પુરુષો કહે છે || ૩ || વસ્તુઓ લેવામાં, મુકવામાં, તથા ઉભા રહેવામાં, બેસવામાં, શયન કરવામાંશરીરનો સંકોચ કરવામાં, આવાં કાર્યો કરતાં પહેલાં પ્રાર્થનાના અર્થે તથા સાધુપણાના લિંગને ધારણ કરવાના અર્થે રજોહરણ રાખવાનું પણ શાસ્ત્રોમાં કહ્યું છે. | ૪ || તથા પુરુષચિહ્ન વિકૃત થયું હોય, અનાવૃત્ત (ખુલ્લુ) હોય ત્યારે, વાતિક બન્યુ હોય (વિકારી ભાવવાળું બન્યું હોય, ત્યારે, સ્ત્રી આદિ ભોગ્ય વસ્તુને દેખે ત્યારે થતા લિંગના ઉદયને રોક્વા માટે પુરુષવર્ગે ચોલપટ્ટો પહેરવો જોઇએ | ૫ | આ પાંચે શ્લોકમાં પાંચમા શ્લોકમાં કેટલાક શબ્દો અપ્રચલિત શબ્દો છે તેથી ટીકાકારશ્રી તેના અર્થો ખોલે છે. પ્રજનન = એટલે પુરુષચિહ્ન, વૈળેિ = એટલે વિકાર વાળુ થયું હોય ત્યારે, પ્રવૃત્ત = ઢાંકેલું ન હોય ત્યારે અર્થાત્ ખુલ્લું શરીર હોય ત્યારે, વધારે વિકારી થાય તે રોકવા માટે દિયા ગૃહwગનને = હૃદયમાં ભોગબુદ્ધિની તીવ્રતા વર્તતી હોય ત્યારે સ્તબ્ધ બન્યું તે કારણે, તથા ભોગ્યપાત્ર એવી સ્ત્રી દેખે છતે વિશેષ વિકારી થયું હોય ત્યારે તે લિંગના ઉદયને (વિશેષ વિકારીભાવને) રોકવા માટે પુરૂષવર્ગે ચોલપટ્ટો પહેરવો જ જોઈએ | ૫ | ૨૫૭૫-૨૫૭૬-૨૫૭૭ આ પ્રમાણે આ પાંચ શ્લોકમાં વસ્ત્રની જરૂરિયાત જણાવી. હવે પાત્રની તથા માત્રકની જરૂરિયાત સમજાવે છે - संसत्तसत्तु-गोरस-पाणयपाणीयपाणरक्खणत्थं । परिगलण- पाणधायण-पच्छाकम्माइयाणं च ॥ २५७८ ॥ परिहारत्थं पत्तं, गिलाण-बालदुवग्गहत्थं च । दाणमयधम्मसाहण समया चेवं परुप्परओ ॥ २५७९ ॥

Loading...

Page Navigation
1 ... 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278